આચારસંહિતા લાગુ કરાયા બાદ ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહી, ચૂંટણી જાહેર થયાના પાંચ દિવસમાં 6 કરોડની મત્તા પકડાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.22
- Advertisement -
લોકસભાની ચૂંટણી જાહેર થયાં બાદ આદર્શ આચારસંહિતા લાગુ થતાં ચૂંટણી પંચે તૈનાત કરેલી ફ્લાઇંગ સ્ક્વોડે ગુજરાતમાંથી માત્ર પાંચ દિવસમાં રૂૂ. 1.35 કરોડની કિંમતનો 39,584 લીટર દારૂૂ અને રૂૂ. 2.28 કરોડની કિંમતના 3.41 કિલો વજન ધરાવતા સોનું-ચાંદી જપ્ત કર્યાં છે. ગુરુવાર સુધીમાં સ્ક્વોડના અધિકારીઓએ અંદાજે જ કરોડ રૂૂપિયાની મત્તા પકડી છે. આચારસંહિતા અમલમાં આવ્યા બાદ 16 થી 20 માર્ચની વચ્ચે આ જપ્તી કરવામાં આવી હતી. આ માટે કાર્યરત ફ્લાઇંગ સ્ક્વોડની વિવિધ ટુકડીઓએ સોનું અને દારુ સિવાય 2.27 કરોડની કિંમતની ગાડીઓ, મોટરસાયકલ અને અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી વિગતો અનુસાર આચાર સંહિતા ભંગની 218 ફરિયાદ મળી છે.
50 હજારથી વધુ રોકડ હાથમાં ન રાખી શકાય
ભારતીય ચૂંટણી પંચે જાહેર કરેલા નિયમો અનુસાર કોઇપણ વ્યક્તિ પોતાના હાથ પર 50 હજારથી વધુ રોકડ રકમ લઇને બહાર નિકળી શકશે નહીં. સ્ક્વોડના હાથે જો આવી વ્યક્તિ પકડાશે તો જરૂૂરી પૂરાવા આપ્યે જ તેમને મુક્તિ અપાશે. આ સિવાય બેંકના ખાતાઓમાં થતાં વ્યવહારો પર આવકવેરા વિભાગ નજર રાખશે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આવશ્ર્યક સેવાઓ જેવી કે રેલવે, ઉડ્ડ્યન, માર્ગ પરિવહન, આરોગ્ય, વીજળી, ટેલિકમ્યુનિકેશન, ફાયર બ્રિગેડ અને સમાચાર માધ્યમોના કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.