હિઝબુલ્લાહ વિરુદ્ધ IDFની નવી યોજના
ખાસ-ખબર સંવાદદાતા
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ ગુરુવારે દાવો કર્યો હતો કે ગાઝાની ટનલ અને અન્ય ઇમારતોમાંથી લગભગ 65 મિલિયન ડિજિટલ ફાઇલો મળી આવી છે. આ ઉપરાંત પાંચ લાખ જેટલા કાગળના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો છે કે ઇઝરાયલની સેનાએ હવે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ વિરુદ્ધ નવો પ્લાન તૈયાર કર્યો છે. આ વ્યૂહરચનાનો અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. ઈંઉઋએ મીડિયાને એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં ગાઝામાંથી મળી આવેલી વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી છે. ઈંઉઋ અનુસાર, હમાસે ગાઝામાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે જો કે તે વસવાટ માટે તો નથી જ. તેનો ઉપયોગ યુદ્ધ અને આતંકવાદ માટે જ થઈ શકે છે. આ સંબંધમાં ગાઝામાંથી ઘણા પુરાવા મળ્યા છે અને મળી રહ્યા છે. આપણા ગ્રાઉન્ડ ઓપરેશન ફોર્સે શહીદી પછી આ દસ્તાવેજો મેળવ્યા છે.
હમાસ પાસે ટેક્નિકલ ઇન્ટેલિજન્સ યુનિટ હતું. તેના કોમ્પ્યુટરમાંથી લાખો ફાઈલો મળી આવી હતી. આમાંથી કેટલાકનો ઉપયોગ 7 ઓક્ટોબરના હુમલાને અંજામ આપવા માટે કરાયો હતો. હવે તેની તપાસ ચાલી રહી છે. હવે ઇઝરાયલની તપાસ એજન્સીઓ તમામ ડેટાની તપાસ કરી રહી છે અને માનવામાં આવે છે કે તપાસ બાદ એ સ્પષ્ટ થશે કે હમાસને કયા દેશોમાંથી અને કેવા પ્રકારની મદદ મળી રહી છે. ઘણા દસ્તાવેજોમાં હમાસના ટનલ નેટવર્ક વિશેની માહિતી અલગ અલગ રીતે ઉપલબ્ધ છે. મોટાભાગના નકશા કાગળ પર બનાવેલા ચિત્રો જેવા હોય છે. જ્યારે ઈંઉઋએ આ નકશાઓના આધારે ઓપરેશન હાથ ધર્યું ત્યારે તેમને મોટી સફળતા મળી. હવે આ નકશા વિશ્ર્વના ઘણા દેશોમાં મોકલવા માટે તૈયાર છે.