બે પૂર્વ ભાગીદારોએ 50 લાખ કઢાવવા હવાલો આપ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ભીસ્તીવાડમાં પોલીસ પર હુમલો કરવામાં સામેલ શખ્સોએ હવે પૈસા કઢાવવાનો હવાલો લઈ વેપારીનું અપહરણ કરી ધમકી આપતા યુનીવર્સીટી પોલીસે ગુનો નોંધી બે સગીર સહિત 6 શખસોને દબોચી કાર,છરી સહિત રૂ.4 લાખનો મુદામાલ કબજે કરી આ ગુનામાં ફરાર શખસની શોધખોળ હાથ ધરી છે. યુનીવર્સીટી રોડ પર નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી આનંદભાઈ ગીરધરભાઈ કણસાગરાએ તેના પૂર્વ ભાગીદાર અમિત પ્રફુલચંદ્ર કાચા, હિરેન ગોરધનભાઈ ઠુમ્મર, હવાલો લેનાર જાહિદ મહમદરફીક સંઘવાણી, સમીર ઉર્ફે ધર્મો બસીરભાઈ શેખ, ઈશોભા રીઝવાન દલ, મીરખાન રહીશ દલ અને ચાર અજાણ્યા સામે યુનીવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મેં સુમિત ભીમાણી, જીનેશ મહેતા, અમિત અને હિરેન સાથે ઓડીશામાં પાઈપ બનાવવાની ભાગીદારીમાં ફેક્ટરી શરુ કરી હતી 2022માં અમિત, ગોરધન અને જીનેશ છુટા થયા ત્યારે ત્રણેયને અમારે 75-75 લાખ આપવાના હતા 2024માં હું પણ છૂટો થઈ ગયો ત્યારે અમિત અને હિરેને કહેલ કે તું ભલે છૂટો થઈ ગયો તારે 50 ટકા તો આપવા જ પડશે બાદમાં ચેક બાઉન્સની ફરિયાદ કરી હતી.
બીજા દિવસે કોર્ટ મુદતેથી હું જતો હતો ત્યારે કાળા કલરની સ્કોર્પિયોએ આંતરી જાહિર, સમીર, ઈશોભા અને મીરખાને છરી બતાવી ગાડીમાં બેસી જા નહિતર અહીં જ તારું પૂરું કરી નાખીશું કહી ધમકી આપતા હું બેસી ગયો હતો અને આંખ પર મુક્કા મારી
રૂખડિયાપરામાં વાડામાં લઈ જઈ ફોન કરી અન્ય ચારને બોલાવી લીધા હતા પાઈપથી માર માર્યો હતો બાદ ટોળકીએ 50 લાખ રવિવાર સુધીમાં નહી આપે તો તને અને તારી દીકરીને છરીના થોદા મારી દઈશું પોલીસ ફરિયાદ કરીશ તો પરિવારને મારી નાખીશું કહી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પીઆઈ પટેલ, પીએસઆઈ વી.જી.ડોડીયા જમાદાર જીજ્ઞેશ મારૂ સહિત બાતમી આધારે જાહીર મહમદરફીકભાઈ સંધવાણી, સમીર ઉર્ફે ધમો બસીરભાઈ શેખ, નીજામ ઉર્ફે મામો રહીમભાઈ સંધવાણી, હિરેન ગોરધનભાઈ ઠુમ્મર અને બે સગીરને દબોચી લઈ કાર,છરી સહિત રૂ.4 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જયારે ફરાર ઈશોભાની શોધખોળ હાથ ધરી છે.