શરદી, તાવ, ઉધરસ, ઝાડા, ઉલ્ટી અને આંખ આવવાના કેસમાં વધારો
મચ્છર ઉત્પતિ સબબ 444 રહેણાંકના અને 118 કોર્મશિયલના આસામીને નોટિસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસાની ઋતુ અને સતત વાદળછાયા વાતાવરણને કારણે રાજકોટમાં રોગચાળો સતત વધી રહ્યો છે. છલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યૂ મેલેરિયા સહિત શરદી તાવ ઉધરસ અને ઝાડા ઉલ્ટીના 573 કેસ જાહેર થયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારાજાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ તા. 31 જૂલાઇથી તા.6 ઓગસ્ટ દરમિયાન મેલેરિયાનો 1 (કુલ 13), ડેન્ગ્યૂના 2 (કુલ 32) કેસ જાહેર થયા છે. આવી જ રીતે એક સપ્તાહ દરમિયાન શરદી – ઉધરસના 332 (કુલ 9509) સામાન્ય તાવના 41 (કુલ 1250), ઝાડા – ઉલટીના 197 (3140) કેસ જાહેર થયા છે. જયારે ચિકન ગુનિયા, ટાઈફોઇડ, કમળા કે મરડાના એકપણ કેસ જાહેર થયા નથી.
તંત્ર દ્વારા રોગચાળાને કાબુમા લેવા 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા 69164 ઘરોમાં પોરાનાશક કામગીરી તથા 995 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાયું છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી અંતર્ગત પેલેસ રોડ સૌભાગ્ય સાડીવાળી શેરી, લાખાજીરાજ સોસા., રજપુત 5રા, ભિમરાવનગર સોસા., અશોક સોસા., નારાયણનગર (રેલનગર), આર્યશ્રી સોસા. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, શ્રીમદપાર્ક, રેસકોર્ષ રીંગ રોડ, તિરૂપતી બાલાજી પાર્ક, આર્યશ્રી એપા. આસપાસનો વિસ્તાર, ઘી લાઇફ એપા.ની આસપાસનો વિસ્તાર, સખીયાનગર, ઘર્મેન્દ્ર રોડ શેરી નં. ર તથા મેઇનરોડ, સ્વામીનારાયણ પાર્ક, માટેલ સોસા., ઘાંચીવાડ, રૈયા રોડ, સત્યજીત સોપાન જીવરાજ પાર્ક, સી.બી.આઇ. કવા., ગોકુલમ હાઉસીંગ આવાસ કાલાવડ રોડ, કણકોટ પાટીયાથી અંદર કાલાવડ રોડ, સિંચાઇનગર – 1, રત્નમ સ્કાય લાઇન માઘાપર ચોકડી પાસે, કલ્યાણ સોસા., કરણપરા વિશ્વકર્મા, જયજવાન જય કિશાન સોસા., દેનાબેન્ક સોસા., દાસી જીવણ5રા શેરી નં. 1 થી 3, લક્ષ્મી સોસા., લક્ષ્મણ ટાઉનશીપ, જીવરાજ પાર્ક, રૂદ્રાક્ષ એપા. (જીવરાજ પાર્ક), વિકોટોરીયા ગાર્ડન ફલેટ 150 ફુટ રીંગ રોડ આસપાસનો વિસ્તાર, ગુંદાવાડી – 18, ઇસ્કોન આશ્રય (રેલનગર) વગેરે વિસ્તારો આવરી લેવાયા છે.
- Advertisement -
મચ્છર ઉત્પતી સબબ 562 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે)માં તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ 444 રહેણાંકમાં અને 118 કોર્મશિયલ આસામીને નોટીસ આપવામાં આવી છે.