કેવી રીતે ભણશે, રમશે ગુજરાત?
વિકાસ સપ્તાહના સેલિબ્રેશન દરમિયાન શિક્ષણમંત્રીએ જમીની હકીકત કબૂલી
- Advertisement -
5,168 પ્રાથમિક શાળાના 6,077 ઓરડા જર્જરિત અને 40 હજાર શિક્ષકોની ઘટ
ગ્રામીણ ક્ષેત્રે સરકારી જમીન ઉપલબ્ધ હોવા છતાં પણ શાળામાં મેદાન શા માટે નથી બનતા?
MP, MLAની કરોડોના ફંડના ‘સદ્ઉપયોગ’ની ગુલબાંગો વચ્ચે શિક્ષણની કથળતી સ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ગુજરાત સરકાર વર્તમાનમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. ભૂતકાળની સિધ્ધીઓના ઢોલપીટીને થતા પ્રસ્તુતિકરણના ખેલ વચ્ચે સરકારના શિક્ષણમંત્રીએ 31મી માર્ચ 2025ની સ્થિતિએ રાજ્યમાં 5,168 પ્રાથમિક શાળાઓમાં ગુજરાતની આવતીકાલને આદર્શ નાગરિક તરીકે તૈયાર કરવા, ભણાવવા માટે પુરતા શિક્ષકો નથી, પુરતા ઓરડા નથી અને છે તો તે પણ જર્જરિત હાલમાં છે તેનો સ્વીકાર કર્યો છે. સાથે ઓલમ્પિક-20236ની તૈયારીઓ કરી રહેલી ભાજપ સરકાર 27 વર્ષના વહીવટ પછી 5,649 પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે રમત- ગમતના મેદાનો પણ પુરા પાડી શકી નથી તેનો પણ એકરાર કર્યો છે ! વિધાનસભાએ ચોમાસુ સત્રના એક મહિને નિયમ- 87(ક) હેઠળના પ્રશ્નો જવાબો જાહેર કર્યા છે. જેમાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ જૂલાઈ-2025માં પુછેલા સવાલો અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિડોરે લેખિતમાં જવાબો આપ્યા છે. તેમાં સરકારી શિક્ષણ વ્યવસ્થા ક્ષેત્રે કેવા ખસ્તાહાલ થયા છે તેની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. મંત્રીએ નાગરિકોના મુળભૂત અધિકારના અનુપાલનમાં નિષ્ફળતાને તો સ્વિકારી જ છે પરંતુ, તેની સાથે શિક્ષકો, ઓરડાની ઘટ, મેદાનો વગરની શાળાઓમાં ગુજરાતની આવતીકાલ કેવી રીતે ઈંઅજ-ઈંઙજ કે સફળ નાગરિક થશે ? તે મુદ્દે સવાલો સર્જાયા છે. શિક્ષણમંત્રીના જવાબમાં ગુજરાતમાં 5,168 સરકારી પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં 31મી માર્ચ 2025ની સ્થિતિએ 6,077 ઓરડા જર્જરીત છે. એટલું જ નહીં ભણવા માટે 10,678 ઓરડાની ઘટ છે. જ્યારે 5,646 શાળા પાસે તો રમવા મેદાનો જ નથી ! અધિકાંશ શાળા ગામીણ ક્ષેત્રમાં છે, જ્યાં સરકારી જમીન સરળતાથી ઉપલબ્ધ હોવા છતાંયે આવી વરવી સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પહેલાથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 40 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. શિક્ષકનો રેશિયો જળવાતો નથી. 25 વિદ્યાર્થી સામે એક શિક્ષક હોવા જોઈએ પરંતુ, અહીં 4,59,868 શિક્ષકોની સામે 3,94,053 શિક્ષકો જ છે. જર્જરિત કે ઘટતા ઓરડા ક્યાં સુધી બનાવાશે તેના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી વર્ષોમાં તબક્કાવાર ઝડપથી સ્કૂલોમાં જર્જરિત અને ઘટતા ઓરડાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- Advertisement -
આવી જ સ્થિતિ રહી તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળુ બની જશે
જિલ્લાનું પ્રાથમિક જર્જરીત વર્ગખંડ મેદાન વગર
નામ શાળા ઓરડા ઘટ્ટ શાળા
રાજકોટ 092 079 190 069
અમરેલી 072 116 177 000
ભાવનગર 131 130 291 307
જામનગર 053 034 081 050
પોરબંદર 023 042 054 073
દ્વારકા 141 067 216 095
સોમનાથ 057 017 117 122
જૂનાગઢ 067 144 178 007
મોરબી 144 082 262 065
કચ્છ 310 375 705 262
પાટણ 126 147 231 137
બોટાદ 020 013 038 034
આણંદ 160 164 252 123
ખેડા 272 380 488 115
દાહોદ 523 326 787 566
ભરૂચ 033 048 060 385
મહેસાણા 142 310 393 145
ગાંધીનગર 067 084 141 131
સાબરકાંઠા 407 318 698 209
અરવલ્લી 299 246 419 228
અમદાવાદ 139 109 449 155
પંચમહાલ 280 337 508 010
વડોદરા 118 184 235 107
મહિસાગર 192 198 293 240
સુરેન્દ્રનગર 092 078 168 101
બનાસકાંઠા 566 632 1125 568
છોટાઉદેપુર 346 423 636 247



