જૂની માંગ ન સંતોષાતાં હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જીએમઇઆરએસ મેડીકલ કોલેજના તબીબો આજથી હડતાળ પર ઉતરી ગયા છે. જૂની માંગ ન સંતોષાતા લડત માટે હડતાળનું હથિયાર અપનાવ્યું છે. આ અંગે જૂનાગઢ મેડીકલ કોલેજ એન્ડ ડોકટર્સ એસોસિએશનના લીડર ડો. પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,જીજીડીએ એટલે કે ગુજરાત ગવર્મેન્ટ ડોકટર એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરાયું છેે.જેમાં હડતાળમાં ગુજરાતની 6 સરકારી અને જીએમઇઆરએસ જેવી 8 સોસાયટીના તબીબો હડતાળમાં જોડાશે. એલાનનાં પગલે જૂનાગઢ જીએમઇઆરએસ મેડીકલ કોલેજના 55 જેટલા તબીબો પણ હડતાળમાં જોડાયા છે. વધુમાં જણાવ્યું હતું કે,અમારી કેટલીક જૂની માંગો છે જેને સરકાર જાણી જોઇને નજર અંદાઝ કરી રહી છે. અગાઉ અનેક વખત લડત કરી હતી ત્યારે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી, પરંતુ યોગ્ય થયું નથી. ત્યારે હક્ક મેળવવા માટે લડત કરવામાં આવી રહી છે. દરમિયાન જૂની માંગો ન સંતોષાતા આજથી મેડીકલ કોલેજના તબીબોએ લડતનાં મંડાણ કર્યા છે.