ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરના માર્કેટીંગ યાર્ડના હોલ ખાતે નાગરિક સહકારી બેન્કની 54 મી વાર્ષિક સાધારણ સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સભામાં પધારેલા મહેમાનોનુ સન્માન કરવામા આવ્યું હતુ. વાર્ષિક સાધારણ સભામાં નાગરિક સહકારી બેન્કના મેનેજર જીગ્નેશભાઈ જોષી દ્વારા નાગરિક બેંકનું શેર ભંડોળ, કુલ થાપણો, કુલ ધીરાણ, ચાલુ સાલના નફા, બેન્કના ઠરાવો તેમજ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતાં. આ સાધારણ સભામાં નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તેમજ સભાસદો, બેંકના કર્મચારીઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને નાગરિક બેન્કની કામગીરીને બિરદાવી હતી. સાથોસાથ નાગરિક બેન્કના ત્રણ કર્મચારી દેવેન્દ્રભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ ઠાકર, વિજયભાઈ સલા ત્રણેય કર્મચારીઓનું નિવૃત થતા સન્માન કરી વિદાય આપવામાં આવી હતી. આ સાધારણ સભા બેન્કના પ્રમુખ મહેન્દ્રભાઇ ધાખડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ બેન્કના પ્રમુખ બાબમામા કોટીલા, દિનેશભાઈ પારેખ, મનુભાઇ ધાખડા, ભાનુદાદા રાજગોર,બકુલભાઇ વોરા, અજયસિંહ ગોહિલ, અક્ષયભાઈ ધાખડા, રાજેશભાઈ ઝાંખરા, સંજયભાઈ ધાખડા, વનરાજભાઈ વરૂ, મનોજભાઈ વ્યાસ, ભરતભાઈ જાની, ભરતભાઈ મહેતા, સાગરભાઈ સરવૈયા, મુકેશભાઈ ગુજરીયા, આરીફભાઈ જોખીયા, સમીરભાઈ કનોજીયા, ધનશ્યામભાઈ વાઘ, હેમલભાઈ વસોયા, ચિરાગભાઈ જોષી, વિનુભાઈ શ્રીરામ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઇ ડોબરીયા, રવીરાજભાઈ ધાખડા તેમજ વેપારી અગ્રણીઓ સહિત નાગરિક સહકારી બેન્કના સભ્યો હાજર રહ્યાં હતાં.



