જૂનાગઢ ખાતેના પંડિત દીનદયાળ પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં છત્તીસગઢ રાજ્યમાંથી આવેલા 22 અને સુરત ખાતેની ઈન્ડસ્ટ્રીય સેફ્ટી એન્ડ સિક્યોરીટી એકેડમીના 32 વિદ્યાર્થીઓએ 10 દિવસીય ખડક ચઢાણ માટેના બેઝિક કાર્ષની તાલીમ પૂર્ણ કરી છે. આ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ લેવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાં છત્તીસગઢના 22 અને ઈન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી-સુરતના 32 સહિત કુલ 54 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.આ પ્રકારના કોર્ષ કરનાર તાલીમાર્થીઓને ખાસ કરીને પહાડોમાં આવેલ હોટલો, જંગલોમાં હોટલ-રિસોર્ટ હોય તેવી જગ્યાએ નોકરીમાં અગ્રીમતા આપવામાં આવે છે. જયારે પર્વતારોહણ માટેના કોર્ષ અને પ્રવૃતિઓનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય તેવુ સુચન પણ કર્યું હતુ.
જૂનાગઢમાં છત્તિસગઢ રાજ્ય સહિતના 54 વિદ્યાર્થીઓએ ખડક ચઢાણ તાલીમ પૂર્ણ કરી

Follow US
Find US on Social Medias