PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે એવી પ્રબળ શક્યતા
370 કારીગરો દિવસના 18-18 કલાક કામ કરે છે
- Advertisement -
વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં હવે ટૂંક જ સમયમાં ભક્તોને નવું નજરાણું માણવા મળશે.અહીં આજથી 15 દિવસ પછી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તીના દર્શન કરી શકાશે.હરિયાણાના માનેસરમાં દાદાની મૂર્તિ બનીને તૈયાર થયા બાદ તેના બે પાર્ટ 1 હજાર 33 કિલોમીટરનું અંતર કાપીને મોટા ટ્રકમાં સાળંગપુર આવી ગયા છે.
દાદાની મૂર્તિના બે મોટા પાર્ટ સાળંગપુર આવી પહોંચતાં મંદિરના સંતોએ મંત્રોચ્ચાર સાથે પૂજન કરીને સ્વાગત કર્યું હતું.અત્યારે દાદાની મૂર્તિના ચરણવિંદ 18 ફૂટ ઊંચા બેઝ પર લગાવી દેવામાં આવ્યા છે. જેની સૌ પહેલી તસવીર ગુજરાતી જાગરણ આપને બતાવી રહ્યું છે.મહત્ત્વનું છે કે, સાળંગપુરમાં અત્યારે 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં આકાર લઈ રહેલાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું 70 ટકાથી વધુ કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે. દિવાળી પહેલાં દાદાની મૂર્તિ અહીં અલગ-અલગ સ્ટેપમાં પ્રસ્થાપિત થઈ જશે. જેનું લોકાર્પણ ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી પ્રબળ શક્યતા છે. હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિનું લોકાર્પણ વડતાલ ગાદીના આચાર્ય અને સંતો દ્વારા કરશે તેવી નક્કી કર્યું હતું.
આ પછી અમે બધા સંતોએ વિચાર્યું કે, PM નરેન્દ્ર મોદી દાદાની વિશાળ મૂર્તિનું લોકાર્પણ કરે. આ માટે અમને ઙખઘમાંથી ક્ધફર્મેશન પણ આવી ગયું છે. ત્યાંથી અમને ટૂંક જ સમયમાં તારીખ પણ જણાવશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટની વિશેષતાની વાત કરીએ તો. અહીં અત્યારે 370 કારીગરો દિવસના 18-18 કલાક કામ કરી રહ્યા છે. 54 ફૂટની દાદાની મૂર્તિ 18 ફૂટ ઊંચા બેઝ પર દક્ષિણ મુખે સ્થાપિત કરાશે. બેઝની વોલ પર દાદાનું જીવનચરિત્ર દર્શાવતી મ્યુરલ કંડારાશે.આ ઉપરાંત બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે.બેઝ પર દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે.
મૂર્તિ પર ભૂકંપના મોટા ઝટકાની જરાય અસર થશે નહીં
દાદાની મૂર્તિની વિશેષતાની વાત કરીએ તો, મૂર્તિનું કુલ વજન 30 હજાર કિલો છે અને તેની અંદર પ્યોર સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવાયું છે. મૂર્તિ બનાવવા માટે 3ઉ પ્રિન્ટર, 3ઉ રાઉટર અને ઈગઈ મશીનનો ઉપયોગ કરાયો છે તથા પંચધાતુની થિકનેસ 7 ળળ છે. દાદાની આ મૂર્તિ પર ભૂકંપના મોટા ઝટકાની જરાય અસર થશે નહીં અને દાદાની મૂર્તિ 5 હજાર વર્ષ સુધી અડિખમ રહેશે.
- Advertisement -
કેવી હશે દાદાની મૂર્તિની ભવ્યતા
મુખારવિંદ
6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું
દાદાનો મુગટ
7 ફૂટ ઊંચો અને 7.5 ફૂટ પહોળો
ગદા
27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી
હાથ
6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા
પગ
8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા
પગનાં કડાં
1.5 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ પહોળાં
હાથનાં કડાં
1.5 ફૂટ ઊંચા અને 2.5 ફૂટ પહોળાં
આભૂષણ
24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા