માતા પિતા સાથે 12 વર્ષથી રહેતા 77 પુત્ર અને પુત્રવધૂનું સન્માન
જનોઈ, લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
વેરાવળમાં સિંધી સમાજના પરમ પૂજ્ય સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની 52મી પુણ્યતિથિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ સાથે ખાસ 12 વર્ષ કે તેથી વધુ સમયથી માતા પિતા સાથે રહેનાર પુત્ર અને પુત્રવધૂનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વેરાવળમાં સિંધી સમાજના સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની 52મી પુણ્યતિથીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ તકે વહેલી સવારે પ્રભાત ફેરી, ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા સત્સંગ, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.ત્યારબાદ બપોરે સમૂહ પ્રસાદ, અને સાંજે ઝુલેલાલ બાળક મંડળી દ્વારા સત્સંગનું પણ આયોજન કરાયું હતુ.આ તકે ખાસ યુવાનોને પ્રેરણા આપવા માટે 12 વર્ષ કે તેથી વધુ સમયથી માતા પિતા સાથે રહેનાર 77 પુત્ર અને પુત્રવધૂનું (યુગલોનું) સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વામી લીલાશાહ સાર્વજનિક ટ્રસ્ટના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



