વટવા પોલીસે બે સ્થળેથી કુલ 612 બોટલ વિદેશી દારૂ પકડ્યો
કુલ 265680નો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદના જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી. બી. ઝાલા, પીએસઆઇ એ. બી. ગંધા તથા સ્ટાફના હે.કો. ધર્મદીપસિંહ, અશોકભાઈ, પો.કો. દિલીપભાઈ, રાજદીપસિંહ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે આરોપી ફુરકાન અહેમદબેગ અમીરબેગ જાતે મિર્ઝા રહે. અજીમ પાર્ક, સૈયદવાડી પાછળ, મુરલીધર સોસાયટી, વટવા, અમદાવાદ શહેરનાઓના ઘરે રેઇડ કરવામાં આવતા ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ 516 કિંમત રૂા. 2,58,000/-ના મુદામાલ સાથે પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, ગુુજરાત ઓફસેટ, વટવા ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-96 કિંમત રૂા. 7680/-ના મુદામાલ સાથે અન્ય આરોપી ઉસ્માન ઉફે કાસમ સુલેમાનભાઇ જાતે-શૈખ ઉ.વ. 38 રહે. બાબુલાલ-2 ચાવાળાની બાજુમાં, વોરાજીના ફ્લેટ સામે, નારોલ, અમદાવાદ શહેરને પણ પકડી પાડવામાં આવેલ હતો. આમ, વટવા પોલીસ દ્વારા બે આરોપીઓ પાસેથી માતબર રકમના વિદેશી દારૂના મુદામાલ બાબતે વટવા પોલીસ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની પ્રોહી. એક્ટ મુજબ વટવા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કરાવવામાં આવેલ છે.
જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી. બી. ઝાલા, પીએસઆઇ એ. બી. ગંધા તથા સ્ટાફના હે.કો. ધર્મદીપસિંહ, અશોકભાઈ, પો.કો. દિલીપભાઈ, રાજદીપસિંહ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપી ફુરકાન અહેમદબેગ અમીરબેગ જાતે મિર્ઝાની સઘન પૂછપરછ કરતાં તાજેતરમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોઈ તહેવારોની સિઝનમાં લોકોની માંગ રહેશે એવું જાણીને વિદેશી દારૂ લાવેલાની કબૂલાત પણ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ દ્વારા માતબર રકમનો પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી, કોની પાસેથી લાવેલા અને કોને ડિલિવરી કરવાની હતી તેમજ વિદેશી દારૂના આ બંને ગુન્હામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ? વિગેરે મુદ્દાઓ બાબત પોલીસે રિમાન્ડ મેળવી વટવા પીઆઈ પી. બી. ઝાલા, પીએસઆઈ એ. બી. ગંધા તથા સ્ટાફ દ્વારા પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.