નાણા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 50મી બેઠકમાં ટેક્સ વધારા-ઘટાડાને કેટલીક વસ્તુઓ સસ્તી તો કેટલીક મોંઘી બની છે.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 50મી બેઠક મળી હતી જેમાં જીએસટીમાં વધારા કે ઘટાડો કરાતાં કેટલીક વસ્તુઓ સસ્તી થઈ છે તો કેટલીક માટે વધારે પૈસા ચુકવવા પડશે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ સૌથી વધારે પૈસા ઓનલાઇન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ માટે ચુકવવા પડશે કારણ કે આ તમામ સેવાઓ માટેના જીએસટી ટેક્સ વધારીને 28 ટકા કરાયો છે.
- Advertisement -
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman, says "We have offered exemption on GST for satellite launch services provided by private organisations… Online gaming, horse racing and casinos will be taxed at 28% (all three activities) and they will be taxed on full face… pic.twitter.com/vFGCHfaCFy
— ANI (@ANI) July 11, 2023
- Advertisement -
આટલું આટલું સસ્તું થશે
– જીએસટી કાઉન્સિલે કેન્સર સામે લડતી દવાઓ, દુર્લભ બીમારીઓની દવાઓને જીએસટી ટેક્સમાંથી મુક્તિ આપી છે.
– જીએસટી કાઉન્સિલે દુર્લભ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી સ્પેશિયલ મેડિકલ ફૂડ પ્રોડક્ટ્સ (એફએસએમપી)ની આયાત પર જીએસટીમાંથી રાહત આપવાનો નિર્ણય પણ કર્યો છે.
– સેટેલાઈટ સર્વિસ લોન્ચ પણ સસ્તી થઈ છે, કારણ કે જીએસટી કાઉન્સિલે ખાનગી ઓપરેટરો દ્વારા જીએસટી સેટેલાઈટ લોન્ચ સર્વિસને છૂટ આપી છે.
ન રાંધેલા અને કાચા પેલેટ્સ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
– સિનેમા હોલમાં હવે ખાવાનું સસ્તું થશે. હાલમાં સિનેમાહોલમાં પીરસવામાં આવતા ભોજન પર 18 ટકા ટેક્સ લાગે છે. હવે તેને ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.
માછલીમાં વપરાતા પેસ્ટ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
આર્ટિફિશિયલ ઝરી યાર્ન પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
50th GST Council Meeting | GST rates on uncooked/unfried extruded snack pallets brought down from 18% to 5%; on fish soluble paste, rates have been bright down to 5% from 18%; rates on imitation zari threads brought down to 5% from 12%: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/NsLRIRlMXD
— ANI (@ANI) July 11, 2023
શું-શું મોંઘું થશે
– ઓનલાઇન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ મોંઘી થઇ જશે. ઓનલાઇન ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનો પર 28 ટકા જીએસટી લાગશે.
– મલ્ટિ-યુટિલિટી અને ક્રોસઓવર યુટિલિટી (XUV) કેટેગરીના વાહનો પર 22 ટકા સેસ લાગવાને કારણે ગાડીઓ મોંઘી બનશે.
જો કે આ માટે વાહનમાં ત્રણ માપદંડો હોવા જરૂરી છે- 4 મીટરથી વધુ લંબાઇ, એન્જિનની ક્ષમતા 1500 સીસીથી વધુ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 એમએમથી વધારે હોવું જરૂરી છે.
50th GST Council Meeting | We have offered exemption on GST for satellite launch services provided by private organisations. Online gaming, horse racing and casinos will be taxed at 28% (all three activities) and they will be taxed on full face value: Union Finance Minister… pic.twitter.com/HVCqzUe6Kl
— ANI (@ANI) July 11, 2023