40 અધિકારી અને 500 પોલીસકર્મી તહેનાત: આ વિસ્તાર બૂટલેગરો માટે કુખ્યાત
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીધામ
- Advertisement -
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકના કંડલાના મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઇ છે. 20 ઉંઈઇ અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસ કર્માચારીઓના ચુસ્ત બદોબસ્ત સાથે આ કાર્યવાહી થઇ રહી છે. સાંજ સુધીમાં 250 કરોડની 100 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે.
દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ઉઙઅ) અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી વહેલી સવારથી શરૂ કરી દીધી છે, જે સાંજ સુધી ચાલુ રહેશે. દબાણ દૂર કરવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારી અને 500 પોલીસકર્મચારી તહેનાત કરવામાં આવ્યા છે.
આ મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં આશરે 4,000થી 5,000 લોકોની વસતિ હતી. આ દબાણવાળો વિસ્તાર શરીરસંબંધી, મિલકતસંબંધી ગુનાઓ અને જાણીતા પ્રોહિબિશન બૂટલેગરો માટે કુખ્યાત હતો. ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળતું હતું.
આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વીડિયોગ્રાફી માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દબાણ હટાવતી વખતે પૂર્વ કચ્છ પોલીસવડા સહિત તમામ પોલીસઅધિકારીઓ, કઈઇ, જઘૠ અને કંડલા પોલીસનો મોટો કાફલો સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યો છે.
અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી: નાયબ પોલીસવડા
આ અંગે અંજાર નાયબ પોલીસવડા મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જે ગેરકાયદે બાંધકામ છે એને તોડવાની કામગીરી અત્યારે ચાલુ છે. આ વિસ્તારના એ રહેવાસી છે, જેમાં મોટા ભાગના લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. આ 100 એકર જેટલો વિસ્તાર છે, જેની કિંમત 250 કરોડ જેટલી થાય છે. અહીં પાંચ હજાર જેટલા લોકો રહેવાસી છે, જેમને અગાઉ પણ નોટિસ અપાઈ હતી.



