મૂળી સરકારી દવાખાનામાં 175થી વધુ દર્દી આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મૂળી તાલુકામાં કેટલાક સમયથી ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જાણે વાતાવરણ રોગચાળો લઇને આવ્યું હોય તેમ સમગ્ર મૂળી તાલુકામાં રોગાચાળાએ માથું ઊંચક્યું છે. હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, ઝાડા સહિતનાં 550થી વધારે દર્દીથી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઊભરાઇ રહી છે. મૂળી સહિત સમગ્ર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મોડી રાત્રે ઠંડી અને બપોરે તડકા સાથે વાદળછાયા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે.
- Advertisement -
જ્યારે આ વાતાવરણ રોગચાળો સાથે લઇ આવ્યું હોય તેમ ડબલ ઋતુ વચ્ચે મૂળી સરકારી દવાખાનામાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, ઝાડા સહિતનાં રોજનાં અંદાજે 550થી વધારે લોકો સારવાર લેવા આવી રહ્યા છે. આથી હજુ પણ રોગચાળો વકરે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ અંગે મૂળી દવાખાના ડોક્ટર ધ્રુમન રામાવતે જણાવ્યું હતું કે મોટાભાગનાં વાયરલ ઇન્ફેક્શનનાં દર્દીઓ છે. આજે અંદાજે 200 જેટલા દર્દી વિવિધ સેવા લેવા માટે આવ્યા હતા.