– નવા નિર્ણયથી દેશમાં એમબીબીએસની સીટોની સંખ્યા 1,07,658 થઈ જશે
આગામી સમયમાં દેશમાં 50 નવી મેડીકલ કોલેજ ખુલશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની મંજુરી આપી દીધી છે. આ સાથે જ દેશમાં મેડીકલ સીટોની સંખ્યા વધીને એક લાખ સાત હજારથી વધુ થઈ ગઈ છે.
- Advertisement -
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, 50 કોલેજોને નવું સત્ર શરૂ કરવાની મંજુરી આપી દેવાઈ છે. દેશમાં હવે કુલ 702 મેડીકલ કોલેજ થઈ ગઈ છે. તેમાં કુલ એમબીબીએસ સીટોની સંખ્યા 1,07,658 થઈ ગઈ છે.
નેકસ્ટ પરીક્ષા આગામી વર્ષે
મંત્રાલયે જણાવ્યું હતું કે, એમબીબીએસ બાદ યોજાનારી બહુ પ્રતીક્ષિત એકઝીટ પરીક્ષા નેકસ્ટ-આગામી વર્ષથી શરૂ થશે. આ ટેસ્ટ ત્રણ જરૂરિયાત પુરી કરશે. એક એમબીબીએસની અંતિમ પરીક્ષાનું સ્થાન લેશે.
કોલેજોની સીટો ઘટશે
- Advertisement -
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ચીકીત્સા આયોગ (એનએસસી) એ પોતાની તપાસમાં કુલ 40 માન્યતા પ્રાપ્ત મેડીકલ કોલેજોમાં ખામીઓ જોઈ છે તેમાં કોલેજોની અપીલ બાદ તથા જરૂરી પ્રક્રિયા પુરી કર્યા બાદ 20ની માન્યતા ચાલુ રાખવાનો ફેસલો કરાયો છે, જયારે બાકી 20 કોલેજોના કેસો પેન્ડીંગ છે. તેમાંથી નવની સીટોમાં કપાત કરવાનો નિર્ણય લેવાયો છે. બાકીના કેસોમાં હાલ પ્રક્રિયા ચાલી રહી છે.
આ રાજ્યોમાં ખૂલશે નવી મેડીકલ કોલેજ
આંધ્રપ્રદેશમાં પાંચ
આસામ અને ગુજરાત રાજયમાં ત્રણ-ત્રણ
હરિયાણામાં બે જેમાં એક ફરીદાબાદમાં અને એક અમ્બાલામાં
જમ્મુ-કાશ્મીરમાં બે
કર્ણાટકમાં ત્રણ
મધ્ય પ્રદેશમાં એક
મહારાષ્ટ્રમાં ચાર
નાગાલેન્ડમાં એક
ઓરિસ્સામાં બે
રાજસ્થાનમાં પાંચ
તમિલનાડુમાં ત્રણ
તેલંગાણામાં તેર
પશ્ચિમ બંગાળમાં અને ઉતરપ્રદેશના મથુરાના એક મેડીકલ કોલેજ ખુલશે