88 લાખ પરત આપી બાકીના 1.48 કરોડનું બુચ મારી દીધું : મોટા મંત્રીઓ સાથે સેટિંગ છે કહી શીશામાં ઉતાર્યા
છેલ્લે 10 કરોડની માંગણી કરી : છેતરપિંડી આચરનાર પાલીતાણાના બે ઠગ સામે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ભાગોળે આવેલા નવાગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આધેડના પુત્રને ઙજઈંની નોકરી અપાવી દેવાના બહાને તેના પરિચીત સહિત બે શખસોએ પહેલા 50 લાખ ખંખેર્યા બાદ લિસ્ટમાં નામ નહિ આવતા પોતે મોટા મંત્રીઓને ઓળખે છે ઉજઙ બનાવવાનું કહી વધુ 1.86 કરોડ સહીત 2.36 કરોડ પડાવી લીધા બાદ કોઈ નોકરી નહિ કરાવી પૈસા પરત માંગતા 88 લાખ પરત આપી 1.48 કરોડની છેતરપીંડી આચરી હોવાની પાલીતાણાના બે ઠગ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના નવાગામમાં રહેતા જીલુભાઈ ભગાભાઈ ગમારાએ તેના પરિચીત પાલીતાણાના ઘેડી ગામે રહેતા હરીભાઈ રાજાભાઈ ગમારા અને પાલીતાણા ગામનો વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવે સામે 1.48 કરોડની છેતરપિંડી અંગે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલા દ્વારકા દર્શન કરવા ગયા ત્યારે તેની જ્ઞાતિના હરી ગમારા સાથે પરિચય થયો હતો. બાદમાં અવાર નવાર ફોનમાં વાતચીત થતી હતી.અને પારીવારીક સંબંધ બંધાયા હતા ત્રણ વર્ષ પહેલા હરિ ઘરે આવ્યો હતો.ત્યારે તેને કહ્યું કે હમણા પોલીસ ખાતામાં પીએસઆઈની ભરતી ચાલુ છે.
તેમાં તમારા દિકરા રાહુલને પીએસઆઈ બનાવવો હોય તો અમારા વિસ્તારમાં રહેતા વિવેક દવે મારો મિત્ર છે અને તેની રાજકીય નેતાઓ સાથે ઉઠક બેઠક હોય જેથી તેને વાત કરવાથી તમારા પુત્રને પીએસઆઈની નોકરી મળી જશે જેથી જીલુભાઈએ હા પાડી હતી.બાદમાં હરિએ તેના મિત્ર વિવેક સાથે ફોનમાં વાત કરાવતા તેણે 50 લાખ થશે અને આ કામ માટે એડવાન્સ 15 લાખ તાકિદે આપવા પડશે બાકીના પૈસા ઓર્ડર આવ્યા બાદ તમારે ચુકવવાના રહેશે તેમ વાત કરી હતી બાદમાં હરિ મારફતે 15 લાખ રોકડા વિવેકને મોકલ્યા હતા અને ભરતીનું મેરીટ લીસ્ટ આવતા તેના પુત્રનું નામ ન હોય જેથી હરિનો સંપર્ક કરતા શખસે કહ્યું કે તમારૂ બીજી સરકારી નોકરીમાં સેટીંગ કરાવી આપીશ કહી 14 લાખ પરત આપ્યા હતા.
- Advertisement -
જીલુભાઈને હરિએ ફોન કરી કહ્યું કે વિવેક સાથે વાતચીત થઈ ગઈ છે આ વિવેકને સરકારમાં મોટા મંત્રીઓ સાથે સંપર્ક છે.જેથી તમારા પુત્રને ડાયરેકટ ઉઈઙનો ઓર્ડર કરાવી આપશે પરંતુ આ વખતે તમારે 2.36 કરોડ આપવા પડશે અને એડવાન્સ 50 લાખ ચુકવવા પડશે તેમ વાત કરી હતી. જેથી જીલુભાઈએ એ પૈસા એકઠા કરવા માટે તેના સમાજના ભલાભાઈ ગમારાને વાત કરી હતી અને હરિને ફોન કરતા તેણે તેના ભાઈ આંબાભાઈના ખાતામાં પૈસા જમા કરાવવાનું કહેતા કટકે કટકે 37.76 લાખ નાખ્યા હતા.
અને થોડા દિવસ બાદ ફરિ હરિનો ફોન આવ્યો અને કહ્યું કે તમારા પુત્રનો ઉઈઙનો ઓર્ડર તૈયાર છે જેથી પૈસા તાકિદે આપવા પડશે બાકી ઓર્ડર નહીં આવે તેમ કહ્યું હતું.
જેથી જીલુભાઈએ ફરિ પૈસા ભેગા કરવા દોડધામ કરી હતી તે દરમ્યાન હરિ અને વિવેક ઘરે આવ્યા હતા અને સાથે ભલાભાઈ ગમારા પણ હતા જે હાલ અવસાન પામે છે.
તેને 1.89 રોકડા આપ્યા હતા અને કાલે તમારા પુત્રનો ઓર્ડર આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ ઓર્ડર નહીં આવતા વાત કરતા મને વધુ 10 કરોડ રૂપિયા આપવાનું કહેતા તેને હવે મારી પાસે વધુ પૈસા નથી અને મારા પુત્ર હવે નોકરી નથી જોતી પૈસા પરત આપી દો તેમ કહેતા શખસોએ 88 લાખ પરત આપ્યા હતા બાકીના 1.48 કરોડ બાદમાં આપી દેશે તેમ કહી બહાના બતાવી તેની સાથે છેતરપીંડી કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જેની સાથે સેટીંગ કરવાનું હતું તે સાહેબનું અવસાન થયું છે
પીએસઆઈનો ઓર્ડર નહીં આવતા બન્ને શખસોએ કહ્યું હતું કે જેની સાથે સેટીંગ કરવાનું હતું તે સાહેબનું અવસાન થયું છે. જેથી તમે ચિંતા ન કરતા બીજી સરકારી નોકરીમાં ઓર્ડર કરાવી આપીશ તેમ કહી વધુ નાણા પડાવ્યા હતા. બાદમાં સમજુતી કરાર પણ કરી બાકી નીકળતા નાણા એક વર્ષમાં આપી દેવાનું કહી 74 લાખના બે ચેકો લખી આપ્યા હતા.



