મમતા કુલકર્ણી-લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મહામંડલેશ્ર્વર પદ પરથી હટાવાયા: ક્ધિનર અખાડાનો નિર્ણય: મહાકુંભના સૌથી મોંઘા ડોમ સિટીમાં આગ લાગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહાકુંભના સૌથી મોંઘા ડોમ સિટીમાં ગુરુવારે સાંજે આગ લાગી હતી. કોટેજ નંબર-1માં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને થોડી જ વારમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અહીં, મૌની અમાવસ્યા પર થયેલી નાસભાગની તપાસ માટે ન્યાયિક પંચ આજે પ્રયાગરાજ પહોંચશે. નિવૃત્ત ન્યાયાધીશ હર્ષ કુમારના નેતૃત્વમાં 3 સભ્યોની ટીમ મેળા વિસ્તારમાં જશે. અધિકારીઓની પૂછપરછ કરશે. કમિશન એક મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્ર્વર બનાવવા પર વિવાદ થયા બાદ કિન્નર અખાડાએ લક્ષ્મીનારાયણ ત્રિપાઠી સાથે મમતા કુલકર્ણીને મહામંડલેશ્ર્વર પદ પરથી હટાવાયા છે. આજે મહાકુંભનો 19મો દિવસ છે. બપોર સુધીમાં અંદાજે 50 લાખ લોકોએ સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 29.64 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યા (29 જાન્યુઆરી) પર નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં 35 થી 40ના મોત થયા હતા. જો કે, સરકારે અત્યાર સુધીમાં 30 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
આવતીકાલે 73 દેશોના 116 રાજદૂતો મહાકુંભમાં આવશે
1 ફેબ્રુઆરીના રોજ 73 દેશોના 1116 રાજદૂતો મહાકુંભમાં હાજરી આપશે. અરૈલ ઘાટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અહીં તેઓ આપણાં દેશનો ધ્વજ ફરકાવશે. આ પછી સંગમમાં ડૂબકી મારશે. ત્યાર બાદ તેઓ અક્ષયવટ, સરસ્વતી કૂવા અને હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. 2019ના કુંભમાં 73 દેશોના રાજદૂતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદી 5 ફેબ્રુ.એ મહાકુંભમાં નહીં જાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં આવવાના હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. હવે તેઓ મહાકુંભ સ્નાન માટે અન્ય કોઈપણ દિવસે આવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.



