રાજકોટ શહેરના 162 સેન્ટર પર રવિવારે રેવન્યુ તલાટીની પરીક્ષા: પેપર CCTV સર્વેલન્સમાં રખાયા, મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે રાજકોટના 50 નાગરિક સહિત ગુજરાતના 300થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે. આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જોકે, કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભાવનગરના 43 લોકોને 10 સપ્ટેમ્બરની મોડી રાતે ભારત બોર્ડર પરત લાવવામાં આવ્યા છે, જ્યારે રાજકોટના 30થી 35 લોકોને 21 સપ્ટેમ્બર સુધીમાં અને બાકીના ગુજરાતીઓને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લવાશે. આ તમામ સાથે રાજકોટ વહીવટી તંત્ર સંપર્ક સાધી રહ્યું છે. નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાનાં નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ તેમજ રાજકોટ જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા ઇમર્જન્સી નંબર જાહેર કરાયા છે. ઈમરજન્સી નંબર: +977-9808602881, +977-9810326134 નંબર તેમજ રાજકોટ જિલ્લાના કંટ્રોલરૂમ નંબર (નાગરિકોની મદદ માટે) 0281-2471573 નંબર પર સંપર્ક કરી શકે છે.
- Advertisement -
જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે વરસાદની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની પરિસ્થિતિ સારી છે અત્યાર સુધીમાં સિઝનનો 30 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. બે તાલુકામાં 55 ટકા જેટલો વરસાદ છે જ્યારે બાકીના તાલુકાઓમાં 70 થી 100 ટકા જેટલો વરસાદ થયો છે. 27માંથી 14 ટકા ડેમો સો ટકા ભરાયા છે. બાકીના ડેમ 70 થી 80 ટકા જેટલા ભરાયા છે વરસાદને પગલે પીવાના પાણીની સ્થિતિ ખૂબ સારી છે
રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી તારીખ 14ને રવિવારે બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન રેવન્યુ તલાટી પરીક્ષા લેવાનાર છે. પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં જ 162 કેન્દ્ર પરથી 49,027 ઉમેદવાર બેસવાના હોવાથી શહેરમાં પરીક્ષાની તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આ વખતે 48 હેન્ડીકેપ ઉમેદવારો પરીક્ષા આપશે. પેપરને સીસીટીવી સર્વેલન્સમાં રખાયા છે. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત, ચુસ્ત તપાસ તેમજ ગેરરીતિ અટકાવવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. પરીક્ષા ખંડોમાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
ઝડપથી ખાડા બુરવામાં આવે તેવી સૂચના અપાઈ છે: કલેક્ટર ડો.ઓમ પ્રકાશ
- Advertisement -
રાજકોટ- જેતપુર નેશનલ હાઇવેનું કામ હાલ ચાલી રહ્યું હતું હોવાથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વરસાદના લીધે જે રસ્તા પર વાહનચાલકો પસાર થતા હતા ત્યાં ખાડા પડી ગયા છે. જિલ્લા વહીવટી તંત્રની સુચના મુજબ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ખાડા બુરવામાં આવી રહ્યા છે. અગાઉ આ હાઈવે પર 58 ખાડા સ્પોટ કરવામાં આવ્યા હતા તેને હાલ બુરવામાં આવ્યા છે પરંતુ વરસાદના લીધે ત્યાં નવા ખાડા પડ્યા છે તેને પણ ઝડપથી બુરવામાં આવશે. ટ્રાફિક રહેતો હોવાથી ઘણા ખાડા બુરાઈ શક્યા નથી.
GMSCLના વેરહાઉસમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 714 જેટલી દવાઓની અછત સામે આવી છે. આ ગંભીર સમસ્યા માટે જવાબદાર ગણાતા ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (ૠખજઈક)ના વેરહાઉસમાં કરોડો રૂપિયાના દવાના બોક્સ વરસાદમાં પલળેલા જોવા મળ્યા હતા. આ વેરહાઉસ રાજકોટ, મોરબી અને જૂનાગઢને દવાનો જથ્થો સપ્લાય કરે છે. જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે કહ્યું કે, મોરબી રોડ પર વેરહાઉસ આવ્યું છે. ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ થઈ રહી છે. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે



