દિવાળી પહેલા રાજકોટમાં ફૂડ વિભાગ સક્રિય
મીઠાઈ, ફરસાણના નમૂના લઈ ભેળસેળની પણ તપાસ શરૂ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળીના તહેવાર પૂર્વે રાજકોટ મનપાનું ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. તહેવારોમાં મીઠાઈઓ અને ફરસાણનું મોટા પાયે વેચાણ થતું હોવાથી તેમાં ભેળસેળની શક્યતાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપાએ વાલ્કો કંપની, કિશાનપરા ચોકમાં આવેલ દુકાનમાંથી બદામ કુલ્ફીનો નમૂનો લેવાયો હતો જેના તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. ‘શિવ એન્ટરપ્રાઇઝ’, રસુલપરા શેરી નં.03, પોલ્ટ્રી ફાર્મ સામે, ગોંડલ રોડ હાઇ-વે, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “શુધ્ધ ઘી (લુઝ)માં (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવી જ્યારે ’ઓમ સ્વીટ નમકીન મિલ્ક શોપી’,ના મિલ્કમાંથી ફોરેન ફેટની હાજરી હોવાથી નમૂનો “સબ સ્ટાન્ડર્ડ” અને ’શ્રીરામ ડેરી ફાર્મ’, અમૃત પાર્ટી પ્લોટ સામે, કુવાડવા રોડ મુકામેથી લેવામાં આવેલ “મિક્સ દૂધ (લુઝ)” નમૂનો તપાસ બાદ (વેજીટેબલ ફેટ)ની હાજરી હોવાથી ફેઇલ જાહેર થયેલ છે. અને ’ગોકુલ ડેરી ફાર્મ’, જેનીલ પ્લાઝા, મવડી મુકામેથી લેવામાં આવેલ “મિક્સ દૂધ (લુઝ)” નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક સોલીડ નોટ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો “સબ સ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ખાદ્યચીજોના કુલ 35 નમૂના લેવામાં આવ્યા
1. પાઈનેપલ કેક (લુઝ): સ્થળ -કેક એન્ડ સ્વીટ, બીગબજાર ચોક, ઇમ્પીરિયલ હાઇટસની સામે,
2. પિસ્તા નાનખટાઈ (લુઝ): સ્થળ -કેક એન્ડ સ્વીટ, બીગબજાર ચોક, ઇમ્પીરિયલ હાઇટસની સામે,
3. બ્લેક કરંટ કેક (લુઝ): સ્થળ -કેશવ બેકરી, સતનામપાર્ક, શેડ નં. 03, મોરબી જકાતનાકા પાસે,
4. ચોકલેટ ટ્રફલ કેક (લુઝ): સ્થળ – પ્રતિક બેકરી, શાનદાર રેસિડેન્સી બાજુમાં, જૂનો મોરબી રોડ,
5. નટી બટી કુકીઝ (લુઝ): સ્થળ -આદર્શ બેકરી, સત્યસાંઇ રોડ, આલાપ હેરીટેજ સામે
6. ચોકલેટ કુકીઝ (લુઝ): સ્થળ -આદર્શ બેકરી, સત્યસાંઇ રોડ, આલાપ હેરીટેજ સામે
7. મિલ્ક ટોસ (લુઝ): સ્થળ -આદર્શ બેકરી, સત્યસાંઇ રોડ
8. જામ કૂકીઝ: સ્થળ -પટેલ બેકરી નમકીન માર્ટ, નાના મવા
9. મારીયો રસ્ક: સ્થળ -પટેલ બેકરી નમકીન માર્ટ, નાના મવા
10. જીલાણી પ્રિમિયમ ટોસ્ટ (200 ગ્રામ પેકેજ: સ્થળ -રાધે પ્રોવિઝન, નાના મવા રોડ
11. સફા બેકર્સ મિની ટોસ્ટ: સ્થળ -રાધે પ્રોવિઝન, નાના મવા રોડ
12. પાસ પાસ પલ્સ મેંગો ફલેવર્ડ કેન્ડી: સ્થળ -રામેશ્વરમ મલ્ટી ટ્રેડ(છ-માર્ટ), નાના મવા રોડ,
13. કોફી બાઈટ ક્ધફેશ્નરી: સ્થળ -રામેશ્વરમ મલ્ટી ટ્રેડ (છ-માર્ટ), નાના મવા રોડ
14. કોપીકો કેપુચીનો કેન્ડી: સ્થળ -રામેશ્વરમ મલ્ટી ટ્રેડ(છ-માર્ટ), નાના મવા રોડ, ગાંધી સ્કૂલ સામે
15. ટી.કોન ક્રીમી દૂધ: સ્થળ -શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર, રાધે પ્રોવિઝન, નાના મવા મેઇન રોડ,
16. મિલન કતરી (મીઠાઇ-લુઝ) : સ્થળ- ગાયત્રી ડેરી ફાર્મ, જંકશન
17. ભાખરવડી (ફરસાણ-લુઝ) : સ્થળ- ઓમ શ્રી જલારામ ફરસાણ, જ્યુબેલી ગાર્ડન સામે
18. અંજીર હલવો(મીઠાઇ-લુઝ) : સ્થળ- ગાયત્રી ડેરી ફાર્મ, જંકશન
19. કાળી દ્રાક્ષ (લુઝ) : સ્થળ- મયંક સ્ટોર્સ, જ્યુબેલી ગાર્ડન પાસે
20. વીની પીસ્તા: : સ્થળ- શ્રી પંજવાણી ઇન્ટરનેશનલ, દાણાપીઠ
21. બ્લુનટ્સ બદામ: : સ્થળ- હસમુખલાલ મુકેશકુમાર, દાણાપીઠ
22. મગજતરી બીજ (લુઝ) : સ્થળ- રમેશ ટ્રેડિંગ કુ., નીતિવિજય હોટેલ સામે, દાણાપીઠ
23. અંજીર (લુઝ) : સ્થળ- મૂલચંદ ટેકચંદ, ઘી કાંટા રોડ સામે, પરાબજાર મે. રોડ
24. કાળી દ્રાક્ષ (લુઝ) : સ્થળ- પેશુરામ ચેલારામ કુ., દાણાપીઠ કોર્નર, પરાબજાર મે. રોડ,
25. એપ્રિકોટ (લુઝ) : સ્થળ- અબ્દુલઅલી હસનભાઈ ગાંધી, ગોળપીઠ, પરાબજાર મે. રોડ
26. કાજુ (લુઝ) : સ્થળ- કેપ્ટન એન્ટરપ્રાઇઝ, ગોળપીઠ પાસે, પરાબજાર મે. રોડ
27. કિસમિસ (લુઝ) : સ્થળ- મેહતા જસવંતલાલ પ્રાણજીવન, ગોળપીઠ,
28. અખરોટ (લુઝ) : સ્થળ- શ્રી ડ્રાયફ્રૂટ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર મે. રોડ કોર્નર
29. કેન બેરી (લુઝ) : સ્થળ- દેવ ટ્રેડર્સ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર
30. નકોદા સીસમ ઓઈલ: સ્થળ -શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર, રાધે પ્રોવિઝન, નાના મવા મેઇન રોડ,
31. શાલીમાર સરસવનું તેલ: સ્થળ -શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ગોવિંદ પાર્ક મેઇન રોડ
32. રાણી સીંગતેલ: સ્થળ – મે. વ્રજલાલ મંગળજી, પારેવડી ચોક
33. ફોર્ચ્યુન કચ્ચીઘાણીનું તેલ: -શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર, રાધે પ્રોવિઝન, નાના મવા મેઇન રોડ
34. વસુંધરા સીંગતેલ: સ્થળ – મે. વ્રજલાલ મંગળજી, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલના છેડે,
35. તીલોની તલનું તેલ: સ્થળ -રાધે પ્રોવિઝન, નાના મવા રોડ, ગાંધી સ્કૂલ સામે