મધરાત્રે લાગેલી આગથી પરિવારના સભ્યોને બહાર નીકળવાની કોઈ તક ન મળી, આગથી બચવા બધા એક ખૂણામાં ગયા પણ બધા જીવતા ખાખ થયા
જયપુરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જયપુરના વિશ્વકર્મામાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક મકાનમાં ગેસનો બાટલો ફાટતાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકો દાઝી ગયા હતા. વિશ્વકર્માના જેસલ્યા ગામમાં લાગેલી આગમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ મૃતકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી છે.
- Advertisement -
जयपुर के विश्वकर्मा में भीषण आग की चपेट में आने से 5 नागरिकों के असामयिक निधन का समाचार हृदय विदारक है।
परमपिता परमात्मा से दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान व परिजनों को यह वज्रपात सहन करने की शक्ति देने तथा घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूं।
घायलों को…
— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) March 21, 2024
- Advertisement -
રાજસ્થાનના જયપુરના જેસલ્યા ગામમાં મધુબની બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો. વિગતો મુજબ રાત્રે ઘરમાં જ્યારે આગ લાગી ત્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા. પરિવારના સભ્યોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. આગથી બચવા બધા એક ખૂણામાં ગયા પણ બધા જીવતા ભૂંજાઇ ગયા હતા. આ તરફ પાડોશીઓ દ્વારા જાણ થતાં ફાયર વિભાગની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં પરિવારજનો મૃત્યુ પામ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ સળગેલી લાશને બહાર કાઢી હતી. આ તમામને પોસ્ટમોર્ટમ માટે SMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.આગનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શું કહ્યું મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ?
સમગ્ર ઘટનાને લઈ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, વિશ્વકર્મા, જયપુરમાં ભીષણ આગને કારણે 5 નાગરિકોના અકાળે મોતના સમાચાર હૃદયને હચમચાવી નાખે તેવા છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે, તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. ઘાયલોને યોગ્ય સારવારની સુવિધા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
આવી ભૂલ ન કરતાં
રાંધણ ગેસનો બાટલો જીવ લઈ શકે છે તેવી ચેતવણી ફરી એક વાર સાચી પડી છે. માટે રાંધણ ગેસના ઉપયોગ હંમેશા સિલિન્ડર ઓફ કરવાનો આગ્રહ છે.