ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા.5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્રો ખાતે ICDS વિભાગ દ્વારા ઘટક 1, 2 અને 3ના વિવિધ આંગણવાડી કેન્દ્રો પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ. રોપા વિતરણ માટેનું આયોજન કરી આંગણવાડી કેન્દ્ર પર બાળકો અને વાલીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
- Advertisement -
વિશ્વ પર્યાવરણ દિવસ 2024ની થીમ OUR LAND FOR FUTURE અંતર્ગત ઘટક 3નાં ન્યુ રઘુવિર સેજામાં આવેલ સોરઠીયા પ્લોટ 10 આંગણવાડી કેન્દ્ર પર પ્રિ સ્કુલ ઇન્સ્ટ્રકટર કરગથરા માનસીબેનનાં માર્ગદર્શન હેઠળ કાર્યકર બહેન હળવદિયા નેહાબેન અને તેડાગર બહેન ગોસ્વામી કાજલબેનનાં પ્રયત્નો દ્વારા ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણીમાં ઘટક 3નાં બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશી અને મુખ્ય સેવિકા બહેન શીતલબેન ચાવડા ઉપસ્થિત રહેલ. વાલીઓને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પૂજાબેન જોશી દ્વારા સ્વછતા, પાણીનો સપ્રમાણ ઉપયોગ, વૃક્ષોની ઉપયોગીતા, વિવિધ પ્રકારના પ્રદૂષણો અંગે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન આપવમાં આવેલ.