જળસ્તર વધતાં જ ટેન્ક નદીમાં સમાઈ: LAC પાસે મિલિટરી એક્સરસાઇઝ દરમિયાન નદી પાર કરતા દુર્ઘટના સર્જાઈ
ખાસ-ખબર ન્યૂઝ લદાખ, તા.29
- Advertisement -
લદ્દાખના ન્યોમા-ચુશુલ વિસ્તારમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ ક્ધટ્રોલ પાસે શ્ર્યોક નદીમાં જળસ્તરમાં વધારો થવાને કારણે સેનાના પાંચ જવાનો તણાઈ જતાં શહીદ થયા છે.
એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર સેનાના જવાનો મિલિટરી એક્સર્સાઈઝ બાદ મોડી રાત્રે ઝ-72 ટેન્કમાં પરત ફરી રહ્યા હતા. લશ્ર્કરી ટેન્ક પૂર્વ લદ્દાખના સાસેર બ્રાંગસા ખાતેની શ્ર્યોક નદીને પાર કરી રહી હતી. તે દરમિયાન નદીમાં જળસ્તર અચાનક વધી ગયું અને ટેન્ક સહિત જવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા.
આ દુર્ઘટના ગઈ મોડીરાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી. લેહના ફાયર એન્ડ ફ્યુરી 14 કોર્પ્સના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના કઅઈના ચુશુલથી 148 કિમી દૂર મંદિર મોર પાસે બની હતી. બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ નદીમાં પાણીનો ભારે પ્રવાહ અને વધતા જળસ્તરને કારણે જવાનોને બચાવી શકાયા નહોતા. પાંચ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.
જવાનોની ઓળખ રિસાલદાર એમઆર કે રેડ્ડી, દફાદાર ભૂપેન્દ્ર નેગી, લાન્સ દફાદાર અકદુમ તૈયબમ, હવાલદાર એ ખાન અને નાગરાજ પી.તરીકે થઈ છે. લદ્દાખ ક્ષેત્રમાં ટેન્ક યુદ્ધાભ્યાસ દરમિયાન આર્મીના પાંચ જવાનો શહીદ થયા હતા. જે નદીમાંથી ટેન્ક પસાર થઈ રહી હતી તેમાં પાણીનો સ્તર અચાનક વધી જતાં આ અકસ્માત થયો હતો. લદ્દાખ ક્ષેત્રના લેહ શહેરમાંથી સત્તાવાર સૂત્રોએ આઈએએનએસને જણાવ્યું કે શુક્રવારે લાઈન ઓફ એક્ચુઅલ ક્ધટ્રોલ (કઅઈ) નજીક દૌલત બેગ ઓડે વિસ્તારમાં ટેન્ક એક્સરસાઈઝ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. સામાન્ય રીતે આ ટેન્કમાં કમાન્ડર, એક ગનર અને એક ડ્રાઇવર હોય છે. પ્રેક્ટિસ દરમિયાન તેમાં 5 જવાનો હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નદીના ઉપરના વિસ્તારમાં વરસાદને કારણે પાણી વધ્યું હતું. રાત હોવાને કારણે જવાનો આ વિશે જાણી શક્યા ન હતા.ઝ-72 ટેન્ક 5 મીટર (16.4 ફૂટ) સુધીની ઊંડી નદીઓને પાર કરવામાં સક્ષમ છે. તે નાના વ્યાસના સ્નોર્કલની મદદથી નદી પાર કરે છે. ઈમરજન્સીના કિસ્સામાં તેમાં સવાર તમામ ક્રૂ સભ્યોને રિબ્રીધર આપવામાં આવે છે. જો ટેન્કનું એન્જીન પાણીની અંદર બંધ થઈ જાય, તો તેને 6 સેક્ધડની અંદર ફરી શરૂ કરવું પડશે. જો આમ કરવામાં ન આવે તો ઓછા દબાણને કારણે ઝ-72ના એન્જિનમાં પાણી ભરાઈ જાય છે.
- Advertisement -
આ યુદ્ધાભ્યાસ દરમિયાન, ટેન્ક દ્વારા નદી પાર કરવામાં આવી રહી હતી, તે ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, “એક ટેન્ક અચાનક પૂરમાં ફસાઈ ગઈ, જેમાં પાંચ સૈનિકો શહીદ થયા.” સૂત્રોએ જણાવ્યું કે આ અકસ્માતમાં શહીદ થયેલા જવાનોમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર પણ સામેલ છે.જે ઝ-72 ટેન્ક સાથે સૈનિકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે ભારતમાં અજયના નામથી ઓળખાય છે. તે 1960માં રશિયામાં બનાવવામાં આવી હતી અને 1973માં સોવિયત આર્મીમાં સામેલ કરાઈ હતી.
દેશ સૈનિકોના પરિવારો સાથે તેમના દુ:ખની ઘડીમાં ઊભો છે: રાજનાથ સિંહ
આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ‘ડ’ પર લખ્યું કે, ’લદાખમાં નદી પાર કરતી વખતે એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં ભારતીય સૈન્યના પાંચ બહાદુર જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુ:ખ થયું છે. શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. દેશ તેમની સાથે મજબૂતીથી ઊભો છે.’