ખાસ-ખબર સંવાદદાતા
ચીનની તરફથી વધતી જતી સૈન્ય કાર્યવાહીની ધમકીઓ વચ્ચે તાઇવાને પોતાના પાંચ દિવસની મિલિટ્રી ડ્રીલની શરૃઆત કરી દીધી છે. સોમવારે એર-રેડ એક્સરસાઇઝ માટે ઉત્તરી તાઇપેની સડકો પરથી કારોને હટાવવામાં આવી હતી અને લોકોને ઘરોની અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વાર્ષિક મિલિટ્રી ડ્રીલ માટે સ્થાનિક સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે સાયરન વગાડીને લોકોને ફરજિયાતપણે સડકો પરથી હટાવવામાં આવ્યા હતાં. આ ડ્રિલ માટે રાજધાની તાઇપે સહિત તમામ પ્રાંતો અને શહેરોને 30 મિનિટ સુધી સમગ્ર રીતે બંધ કરી દેવામાં આવ્યા હતાં. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર હવાઇ હુમલાની ચેતવણી જારી કરવામાં આવી જેમાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવા માટે જણાવવામાં આવ્યું હતું.
- Advertisement -
લોકોને આ સંદેશ ટેકસ્ટ મેસેજથી મોકલવામાં આવ્યો હતો.
તાઇવાનના પ્રમુખ ત્સાઇ ઇંગ-વેન મોક ડ્રિલના એક કલાક પહેલા જણાવ્યું હતું કે ફેસબુક પર દેશની પ્રજાને સંબોધિત પોસ્ટમાં કહ્યું હતું કે જ્યારે તમને ટેકસ્ટ મેસેજ મળે તો મહેરબાની કરીને પરીક્ષણ અને ડ્રીલ જેવા શબ્દો જાણી લઇ શાંતિ રાખે. ઉલ્લેખનીય છે કે ચીન લોકશાહી ધરાવતા તાઇવાનને પોતાનો હિસ્સો ગણે છે અને તે છેલ્લા ત્રણ વર્ષોથી તાઇવાનની આસપાસ સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે.