જૂનાગઢનાં ધરાનગરનો શખ્સ મુંબઈથી 55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ લાવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એલસીબીએ ડ્રગ્સનો જથ્થો પકડી વધુ એક સફળતા મેળવી છે. જૂનાગઢ એલસીબીએ ધરાનગર વિસ્તારમાં રહેતા શખ્સને કિંમત રૂપિયા 5.50 લાખનાં 55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ મુંબઇ રૂબરૂ થઇ ડ્રગ્સ લાવ્યો હતો. મુંબઇથી ડ્રગ્સ લાવી જૂનાગઢમાં છુટકમાં વેંચાણ કરતો હતો. ધરાનગરનાં શખ્સે પોલીસ પકડવા વોચ ગોઠવી હતી ત્યારે પોલીસને જોઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે વચ્ચે પડી બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મુંબઇનાં શખ્સે ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યો છે.
- Advertisement -
જૂનાગઢ ડ્રગ્સ લાવી છૂટક વેચાણ કરતો: કઈઇને વધુ એક સફળતા
રાજયમાં ડ્રગ્સ પકડવાનાં કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જેવા શહેરમાં પણ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં ડ્રગ્સનું દૂષણ ડામવા પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસે જૂનાગઢમાંથી તાજેતરમાં જ રૂપિયા 23.37 લાખનું ડ્રગ્સ પકડી પાડયું હતું. આ ઘટના બાદ જૂનાગઢ પોલીસની શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી છે. જૂનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા સહિતની ટીમ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરનાર પર નજર રાખી રહ્યાં છે. ત્યારે પીએસઆઇ ડી.જે.બડવા અને વિક્રમભાઇ ચાવડા, ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટા એલસીબીની ઓફીસ પર હાજર હતા,ત્યારે બાતમી મળી કે, જૂનાગઢનાં ધરાનગરમાં હનુમાન ચોક નજીક રામાપીર મંદિરવાળી ગલીમાં રહેતો સાગર ઉર્ફે સાગરો પ્રવિણભાઇ રાઠોડ પાસે ડ્રગ્સનો જથ્થો છે અને બપોરનાં સાડા ત્રણ વાગ્યે રાજકોટ રોડ તરફથી જેલ ચોક તરફ નિકળવાનો છે. જૂનાગઢ એલસીબીને બાતમી મળતા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીને જાણ કરી હતી અને આ શખ્સે પડકી લેવા એલસીબીએ તૈયારી શરૂ કરી હતી. પંચ વગેરેને બોલાવી જરૂરી કાર્યવાહી કરી હતી. બાદ એલસીબીની ટીમ બાતમીનાં સ્થળે પહોંચી ગઇ હતી. ત્યારે મજવડી દરવાજા તરફથી બાઇક ઉપર સાગર ઉર્ફે સાગરો આવી રહ્યો હતો. પોલીસે હાથ તથા લાકડીથી ઇશારો કરી બાઇક રોકવા કહ્યું હતું. પરંતુ સાગરે બાઇક ઉભુ રાખ્યું ન હતું અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસનાં કર્મચારીઓ આડા પડી બળપ્રયોગથી બાઇક અને સાગરને રોકી લીધા હતાં. બાદ સાગર ઉર્ફે સાગરો રાઠોડની તપાસ કરતા 23,800 રોકડા અને બે મોબાઇલ મળી આવ્યાં હતા. તેમજ વધુ તપાસ કરતા પ્લાસ્કિટનાં ઝબલાની અંદરથી પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. તેની અંદર સફેદ પાવડર હતો. પોલીસે એફએસએલની ટીમને બોલાવી તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટીએ મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વજન કરતા 55 ગ્રામ ડ્રગ્સનો જથ્થો હતો.જેની કિંમત 5.50 લાખ રૂપિયા થયા છે. જૂનાગઢ એલસીબીએ ડ્રગ્સ,બાઇક, મોબાઇલ મળી રૂપિયા 6,54,800નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે સાગર ઉર્ફે સાગરો પ્રવિણભાઇ રાઠોડની પુછપરછ કરતા મુંબઇનાં અંધેરીમાં રહેતા સાગર ખાન ઉર્ફે સાગર દાદા પાસેથી રૂબરૂ થઇ લાવ્યો હતો. પોતે જૂનાગઢમાં છુટક વેચાણ માટે લાવ્યાનું કહ્યું હતું. જૂનાગઢ એલસીબીનાં પીએસઆઇ ડી.જી.બડવાએ ધરાનગરનાં સાગર ઉર્ફે સાગરો રાઠોડ અને મુંબઇનાં સાગર ખાન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મુંબઇનાં સાગર ખાન ઉર્ફે સાગર દાદાની અટક કરવા ચક્રો ગતીમાન કર્યા છે.
- Advertisement -
જૂનાગઢમાં ડ્રગ્સનું વેચાણ કર્યું કે નહીં ?
જૂનાગઢ એલસીબીએ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સે ઝડપી લીધો છે. તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પકડાયેલા શખ્સે જૂનાગઢમાં કેટલું ડ્રગ્સ વેચાણ કર્યુ ?. કેયા વેચ્યું સહિતનાં મુદે પોલીસ તપાસ કરી રહી છે.
ડ્રગ્સ કેવી રીતે લાવ્યો?
જૂનાગઢનો સાગર મુંબઇથી ડ્રગ્સ લાવ્યો છે. મુંબઇનાં શખ્સનો સંપર્ક કેવી રીતે થયો? મુંબઇથી ડ્રગ્સ કેવી રીતે લાવ્યો?, જૂનાગઢનાં અન્ય લોકો પણ મુંબઇનાં શખ્સનાં સંપર્કમાં છે કે નહી? સહિતનાં મુદે પોલીસે તપાસ હાથ ધરી છે.