ગઇકાલે ‘ખાસ-ખબર’માં નરસિંહ મહેતા તળાવ પ્રોજેકટનો અહેવાલ પ્રકાશિત થયો હતો
જૂનાગઢમાંં નરસિંહ મહેતા સરોવરનો અદ્યતન વિકાસ કરાશે
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટને રૂપિયા 18.83ની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવનો બ્યુટીફીકેશનનો મુદે વર્ષોથી અભેરાઇ ઉપર ચડી ગયો હતો.મનપા દ્વારા જૂનાગઢનો મહત્વકાંક્ષી પ્રોજેકટ આગળ વધતો ન હતો. તેમજ દર વર્ષે મનપા બજેટમાં પણ જોગવાઇ કરતું હતું. આ અંગે ખાસ ખબરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં. આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નરસિંહ મહેતા તળાવનાં વિકાસ માટે 48.32 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. આ રકમમાંથી બે તબક્કામાં તળાવનો વિકાસ થશે. જૂનાગઢની પ્રજાને નવું નજરાણું મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂપિયા ર8.83 કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મહાનગર પાલીકા દ્વારા સમગ્ર પ્રોજેક્ટ રૂપિયા 48.3ર કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકાને અગાઉ ફાળવેલ રૂપિયા 19.49 કરોડ ઉપરાંત આ રૂપિયા ર8.83 કરોડ રૂપિયા સ્પેશ્યલ ગ્રાન્ટ તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કર્યા છે. નરસિંહ મહેતા સરોવરના 9.9 હેક્ટર વિસ્તારનો કુલ રૂપિયા 48.3રના ખર્ચે બે તબક્કામાં વિકાસ કરવામાં આવશે.
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકાએ આ લેક ડેવલપમેન્ટ માટેનો જે માસ્ટર પ્લાન રજુ કર્યો છે,તે મુજબ તળાવને ફરતે રીંગરોડ, એમ્બેકમેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ, વોક વે, એમ્નીટીઝ બ્લોક, પાર્કિંગ, પ્રવેશ દ્વાર, બોટીંગ ડોક, ઘાટ, ગાર્ડન, ટ્રી-પ્લાન્ટેશન, લાઇટ પોલ્સ, પક્ષીઓના આકર્ષણ અર્થે આઇલેન્ડ જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.તળાવના આજુબાજુના એરીયાની ગટરનું પાણી તળાવમાં ભળતુ અટકાવવા માટે ઇન્ટરસેપ્શન ડ્રેનેજ લાઇન તથા પમ્પીંગ સ્ટેશનની કામગીરી અમૃત સ્કીમ અંતર્ગત રૂપિયા 10.00 કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવી છે. નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસનો આ પ્રોજેક્ટ પુર્ણ થવાથી આજુબાજુની અંદાજીત 30,000ની વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારને ફાયદો થશે. એટલું જ નહિ, શહેરની મધ્યમાં રીંગરોડ તથા પાર્કીંગ બન્યેથી ટ્રાફીકની સમસ્યા દુર થશે તથા તળાવનું ડેવલોપમેન્ટ કાર્ય પુર્ણ થતાં શહેરીજનો તથા જૂનાગઢ આવનારા પ્રવાસીઓને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું ભેટ મળશે.