ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
માણાવદર કપાસના ઉદ્યોગ ક્ષેત્ર પ્રખ્યાત છે અને એક સમયે કોટન માન્ચેસ્ટર તરીકે માણાવદર શહેર ઓળખાતું હતું. સામાન્ય બજાર કરતા માણાવદર માર્કેટિંગ યાર્ડના ભાવ રોજ ઉંચા જ હોય છે. ત્યારે આજે માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની હરાજીના પ્રથમ દિવસે કપાસના પ્રતિમણ લાભ પાચમની ખરીદી મુહૂર્તમાં 2100 માં પ્રકાશ ઇન્સ્ટ્રીઝ ના ફાલ્ગુનભાઈ મારુએ ખરીદી કરી હતી.
આ ઉપરાંત સરેરાશ 1320થી 1640 રૂપિયા ભાવ બોલાયો હતો. કુલ 4750 મણ કપાસની આવક થઈ હતી. આ ઉપરાંત કપાસિયાના 20 કિલોના રૂ .800 થી 815 અને કપાસિયા ખોળના 45 કિલોના 1720 થી 1780 ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજી, ખરો તોલ અને રોકડા નાણા તેમજ ખેડૂતોને પોતાના જણસીનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પોતાની જણસી માર્કેટિંગ યાર્ડમાં જ લાવે તેમ માર્કેટિંગ યાર્ડ ચેરમેન જગદીશભાઈ મારુએ અનુરોધ કરેલ છે.



