ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
કચ્છ-મોરબી હાઇવે રોડ પર, અર્જુનનગર ગામના પાટીયા પાસે, એન્ડેવર ગાડીમા ભરેલ અલગ અલગ બ્રાંડની 470 બોટલો કી.રૂ.6.08 લાખ તથા કાર મળી કુલ રૂ.16.08 લાખનો મુદામાલ માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા (મીં) પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમિયાન પોલીસને સંયુકત રીતે બાતમી મળી કે, કચ્છ-સામખીયાળી તરફથી એન્ડેવર ગાડી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાની હોય તેવી બાતમીના આધારે માળીયા મીં રેલ્વે ફાટક પાસે રોડ પર વાહન ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમિયાન બાતમીવાળી ગાડી પોલીસને જોઇ ગાડી યુ-ટર્ન વાળી ભાગવા જતા જેનો પીછો કરી અર્જુનનગર ગામના પાટીયા પાસે કાર રેઢી મુકી નાસી ગયા હતા. કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 470 બોટલો કિ.રૂ.6.08 લાખ તથા એન્ડેવર કાર મળી કુલ કિ.16.08 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓ પકડી પડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.



