‘વન વીક – વન રોડ’ અંતર્ગત તંત્ર દ્વારા સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં કાર્યવાહી
38 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 38 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ ફૂડ સબ્જી, મંચુંરિયન, ચટણી, વાસી કાપેલ બાફેલ શાકભાજી, બાંધેલો વાસી લોટ, નુડલ્સ, ગ્રેવી, ચટણી મળી અંદાજે કુલ 53 અખાધ વાસી ખોરાકનો નાશ કરેલ તથા 13 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ 2 નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં (1)કાજુ અંજીર મિલ્ક શેક (લુઝ): સ્થળ- મેજીક મોમેન્ટસ (સંતુસ્ટી શેક્સમોર) સાધુવાસવાણી મેઇન રોડ, (2) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ગંગોત્રી ડેરી ફાર્મ આઇસક્રીમ – સાધુવાસવાણી મેઇન રોડ. તંત્ર દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી પણ કરવામાં આવી હતી. જેમાં વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા. 08-02-2022 ના રોજ શહેરના સાધુવાસવાણી મેઇન રોડ વિસ્તારમાં આવેલ (1) પિપલ્સ ઓફ પંજાબ મલ્ટીકૂઝિન રેસ્ટોરન્ટ નાશ: ફ્રિજમાં સંગ્રહ કરેલ વાસી 3સલ બાફેલા બટેટા, 10સલ સંભાર, 10સલ સબ્જી, 5-સલ ચટણી, 5-સલ ગ્રેવી, 5-સલ વાસી નારિયેળ ચટણી, 4-સલ મંચુંરિયન, 3-સલ નુડલ્સ, 3-સલ વાસી બાંધેલો લોટ મળી અંદાજે કુલ 47-સલ અખાધ વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરી લાયસન્સ તથા હાયજીન બાબતે નોટીસ.
- Advertisement -
(2) ગુરુનાનક પંજાબી ચાઇનીઝ – નાશ: ફ્રિજમાં સંગ્રહ કરેલ વાસી કાપેલ શાકભાજી તથા ચટણી, ગ્રેવી કુલ 6-સલ નાશ તથા લાયસન્સ બાબતે નોટીસ (3)તુલસી જનરલ સ્ટોર -લાયસન્સ બાબતે નોટીસ (4)ઝૂલેલાલ કોલડ્રિંકસ – લાયસન્સ બાબતે નોટીસ (5)યતીન ફ્લોર મિલ -લાયસન્સ બાબતે નોટીસ (6)ભાવેશ પાન -લાયસન્સ બાબતે નોટીસ (7) બાલાજી ફ્લોર મિલ -લાયસન્સ બાબતે નોટીસ (8)પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્ર -લાયસન્સ બાબતે નોટીસ (9)જય ગણેશં અમુલ પાર્લર ડ્રાયફ્રૂટ -લાયસન્સ બાબતે નોટીસ તે સહિત 38 ફૂડ બિઝનેસ ઓપરેટરોની ચકાસણી કરાઇ હતી.