2022 માં કુલ 1.70 લાખ લોકોએ આત્મઘાતી કદમ ઉઠાવ્યા
દૈનિક કમાઈને ગુજરાન ચલાવતા લોકોમાં આપઘાતનું પ્રમાણ પાંચ વર્ષથી સતત વધી રહ્યાનો પણ નિર્દેશ
- Advertisement -
ભારતમાં 2022 માં દરરોજ 468 લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાંથી ત્રીજા ભાગનાં રોજેરોજનુ ખાનારા છે.કૃષિ-શ્રમીકો ખેડુતો કે ખેતીની કામગીરી કરનારા હતા. નેશનલ કાઈમ રેકોર્ડ બ્યુરોના રીપોર્ટમાં દર્શાવાયું છે કે 26 ટકા આપઘાત રોજરોજનુ કમાનારા વ્યકિતઓનાં હતા અને છેલ્લા પાંચ વર્ષથી આત્મઘાતી પગલા ભરતા હતા. આ વર્ગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2022 માં દેશમાં કુલ 1.71 લાખ લોકોના આપઘાતના કેસ નોંધાયા હતા. તેમાં 2021 ની સરખામણીએ 4.2 ટકાનો વધારો થયો હતો. 2018 ની સરખામણીએ 27 ટકાનો મોટો વધારો છે. દર એક લાખની વસ્તીએ 12.4 લોકોએ આપઘાત કર્યા હતા જે સંખ્યા પાંચ વર્ષ પૂર્વે 10.2 ની હતી.
આત્મહત્યાનાં બનાવોમાં સૌથી વધુ 3367 માત્ર દિલ્હીમાં નોંધાયા હતા.બેંગ્લોરમાં 2313, ચેન્નાઈમાં 1581 તથા મુંબઈમાં સંખ્યા 1501 ની હતી. 2021 ની સરખામણીએ દિલ્હીમાં આત્મહત્યાના કેસોમાં 22 ટકાનો વધારો થયો છે.
આપઘાતના અર્ધા કરતાં બનાવો પાછળનું કારણ કૌટુંબીક સમસ્યા તથા બિમારીનું રહ્યું છે. પ્રેમ પ્રકરણ તથા લગ્ન વિવાદમાં આપઘાતનું પ્રમાણ 9.3 ટકા છે. જયારે નાદારી તથા આર્થિક પાયમાલીને કારણે આત્મહત્યા કરનારાનું પ્રમાણ 4.1 ટકા છે.
- Advertisement -
રીપોર્ટમાં એમ કહેવાયું છે કે આત્મઘાતી કદમ ઉઠાવનારા અર્ધાથી વધુ લોકોએ ગળાફાંસો ખાધો હતો. આ સિવાય ઝેર પીને કે જળાશયમાં કુદીને અથવા ટ્રેન હેઠળ ઝંપલાવીને આવા પગલા લેનારાની સંખ્યા પણ મોટી હતી.
રાજયવાર આંકડા ચકાસવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22746 લોકોએ આત્મહત્યા કરી હતી.બીજા ક્રમે તામીલનાડુમાં 19834 તથા મધ્યપ્રદેશમાં 15386 લોકોની આત્મહત્યા નોંધાઈ હતી. અર્ધાથી વધુ આત્મહત્યાના કિસ્સામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ જેવા પાંચ રાજયોમાં જ નોંધાયા હતા. કિસાનોનાં આત્મહત્યાનાં સૌથી વધુ કિસ્સા મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ કર્ણાટક આંધ્રપ્રદેશ, તામીલનાડુ તથા મધ્યપ્રદેશમાં નોંધાયા હતા.
2022 માં આખા પરિવારે અથવા સામુહીક આપઘાતનાં 150 કિસ્સા નોંધાયા હતા જેમાં 325 લોકોએ જાન ગુમાવ્યા હતા. આ પ્રકારનાં સૌથી વધુ કેસ તામીલનાડુ અને ત્યારબાદ રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં નોંધાયા હતા.
રીપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે 26.4 ટકા આપઘાત દૈનિક કમાનારા લોકોના હતા. 14.8 ટકા આત્મહત્યા ગૃહીણીઓની 11.4 ટકા સ્વરોજગારી નોકરીયાતો ધંધાદારીઓના 7.6 ટકા વિદ્યાર્થીનાં 6.6 ટકા કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલાનાં અને 0.8 ટકા નિવૃત જીવન ગાળનારાના હતા. 2022 માં 170921 લોકોએ આત્મઘાતી પગલુ ભર્યુ હતું. 2021 માં આ સંખ્યા 164023 તથા 2018 માં 134516 ની હતી.