પૃથ્વીના સૌથી ઠંડાગાર સ્થળનું રહસ્ય મળ્યું
બ્રિટનના વિજ્ઞાનીઓ કહે છે, ક્લાઇમેટ ચેન્જનું પરિણામ હોઇ શકે બરફની પાટ જર્મની અને ફ્રાંસના સંયુક્ત વિસ્તાર જેટલી મોટી છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પૃથ્વીના સૌથી ઠંડાગાર સ્થળ એન્ટાર્કટિકાની બરફની વિશાળ પાટ નીચેથી વિશાળ નદી મળી આવી છે. આ વિશિષ્ટ સંશોધન બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજ લંડન(આઇ.સી.એલ.)ના વિજ્ઞાનીઓની ટીમે કર્યું છે. આઇ.સી.એલ.ના ગ્લેસિયોલોજીસ્ટ (હીમ નદી વિશે સંશોધન કરતા વિજ્ઞાની) અને આ સંશોધનના લેખક માર્ટિન સિએગર્ટે તેના સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે અમારા સંશોધન દરમિયાન એન્ટાર્કટિકાના વેડ્ડેલ સી નજીકના પરિસરમાં બરફની વિશાળ કદની પાટ નીચેથી 460 કિલોમીટર લાંબી નદી મળી આવી છે. એન્ટાર્કટિકાની બરફની પાટનું કદ જર્મની અને ફ્રાંસના સંયુક્ત વિસ્તાર જેટલું હોવાનો અંદાજ છે.