ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મજેવડી દરવાજા પાસે એક દિવસ અગાઉ મજૂરી અર્થે નીકળેલ એક વ્યક્તિ દોલતપરા તરફ જવા નીકળેલ ત્યારે રીક્ષા ભાડાના રૂપિયા કાઢતી વેળાએ એક શખ્સએ રૂ.4500ની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયો હતો જે બાબતની ફરિયાદ એ.ડિવિઝન પોલીસમાં નોંધાતા પોલીસે નેત્રમ શાખા અને અન્ય ટેક્નિકલ સોર્સના આધારે આરોપીને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.
પોલીસ પ્રાપ્ત વિગત અનુસાર મજૂરી અર્થે મજેવડી દરવાજા પાસે રીક્ષાની રાહમાં ઉભેલ એક મજૂરે પોતાના કિસ્સામાંથી રીક્ષાભાડુ કાઢવા પાકીટ બહાર કાઢયુ તે સમયે ચાલુ મોટરસાઇકલે શબ્બીર ઉર્ફે ગભરૂ સુલેમાનહાલા રહે.ઘાંચી પટ્ટ જૂનાગઢનો શખ્સ રૂા.4500 રોકડ રકમની ચિલઝડપ કરી નાસી છુટ્યો હતો. તે બાબતની ફરિયાદ એ-ડીવીઝનમાં નોંધાતા પોલીસે તૂરંત નેત્રમ શાખાના સીસીટીવીના આધારે વધુ તપાસ તેજ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોટરસાઇલક કિંમત રૂા.30 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.