ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વાડો કાય કરાટે ડો.એસોસિએશન દ્રારા વેસ્ટર્ન ઝોન પ્રેસિડેન્ટ સીહાન પ્રવિણ ચૌહાણના નેજા હેઠળ ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાની ઈન્ટર ડિસ્ટ્રીકટ કરાટે સ્પર્ધા સોમનાથ ખાતે સાગર દર્શન ઓડિટોરિયમમાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાની 35 શાળામાંથી 450 જેટલા છાત્રો જોડાયા હતા. જેમાં તાલાલા આલ્ફા વિદ્યા સંકુલમાંથી કુલ 50 વિધાર્થીઓએ ભાગ લીધો હોય વિજેતા થયેલ છાત્રોને તેમની સિદ્ધિ બદલ સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી શક્તિસિંહ પરમાર દ્રારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ સ્પર્ધામાં ભાગલેનાર વિજેતા થયેલ છાત્રો ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં રમવા માટે ભાવનગર જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢ-ગિર સોમનાથની 35 શાળાના 450 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લીધો
