વીજપોલ પડી જવાની સમસ્યાથી ઉદ્યોગકારોને આર્થિક નુકસાન;PGVCLને અનેક રજૂઆત છતાં નિરાકરણ નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રીબડામાં આવેલી 450 જેટલી ઇન્ડસ્ટ્રીઝના ધારકો છેલ્લા 2 વર્ષથી વીજ વિક્ષેપની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે વાતાવરણમાં પલટો આવે કે થોડો પણ વરસાદ પડે એટલે તુરંત જ લાઇટ ગૂલ થઈ જાય છે, વીજ પોલ પડી જાય છે. અહીં નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનને ધ્યાનમાં રાખીને ઓટો પાર્ટ્સ ઉપરાંત પ્લાસ્ટિક ઉદ્યોગ, બેરિંગ, કાસ્ટિંગ અને ફાઉન્ડ્રી સહિતના કારખાનાધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે. PGVCLને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી.
આ આંગે PGVCLના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનયર જે.બી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રીબડા ઈન્ડસ્ટ્રીયલ અસોસિએશનની રજૂઆતનો ઇમેઇલ મળેલો છે. જે બાબતે આવતીકાલની રિવ્યૂ મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે અને 450 જેટલા કખાનેદારોનો પ્રશ્ન પ્રાયોરિટીમાં દૂર કરાશે. રાજકોટના રીબડા એસોસિએશનના ઉપપ્રમુખ મનસુખ નરોડીયાએ જણાવ્યું હતું કે, અમે રીબડા એસોસિએશનમાંથી આવીએ છીએ. અમારે ત્યાં 450 જેટલા કારખાના આવેલા છે. છેલ્લા બે વર્ષથી લાઈટનો પ્રશ્ન છે, જેથી અમે કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી. વીજપોલ પડી જાય, જમ્પર બગડી જાય સહિતના પ્રશ્નો છે. જેને રીપેરીંગ માટે ત્યાં સ્ટાફ પૂરતો નથી. 66 ઊંટ વીજપોલ ચાલુ થયા બાદ પણ વીજ વિક્ષેપના પ્રશ્નો થાય છે. થોડો વરસાદ આવે ત્યાં વીજપોલ પડી જાય છે જેથી અમે વિનંતિ કરી હતી કે, છઈઈ ક્ધસ્ટ્રક્શન ઉપર વીજપોલ ઉભા કરવામાં આવે. આગામી સમયમાં અમે અમારા વિસ્તારના ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરીશું.
રીબડા એસોસીએશનના અનુપ પટેલે જણાવ્યું હતું કે, રીબડાના નવા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઘણા બધા કારખાનેદારો એ આશાએ શિફ્ટ થયા હતા કે, નવી ફેસીલીટી મળશે. જોકે ત્યાં મૂળભૂત સુવિધાઓ ન હોવા છતાં પણ પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન સાથે અનેક મુશ્કેલીઓ પણ આપવામાં આવી છે. જેમ કે, રેગ્યુલર વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી અવાર નવાર ફલાઈટ ગૂલ થઈ જાય છે, દિવસમાં બેથી ત્રણ વખત ટ્રીપિંગ થઈ જાય છે, વોલ્ટેજ અપડાઉન થાય છે. જેથી સમયસર અમે અમારો માલ કસ્ટમર સુધી પહોંચાડી શકતા નથી અને કસ્ટમર સાથેના રિલેશન પણ બગડે છે.



