બાળકીના પરિવારજનોએ હવસખોરને તે જ દિવસે મેથીપાક ચખાડ્યો હતો
ભક્તિનગર પોલીસે પોકસો સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના એક વિસ્તારમાં રહેતા પરિવારની 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી 45 વર્ષના શખ્સે અંધારામાં લઇ જઇ બાળકી સાથે બીભત્સ હરકતો કરી નાસી જતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ 22મી જાન્યુઆારીના રોજ અયોધ્યા મહોત્સવની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી હતી ત્યારે આ દિવસે જ આ વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે તેનો પાડોશી શૈલેષ મોહન ડોડિયા ત્યાં આંટાફેરા કરતો હતો અને બાળકીને બોલાવી હતી. શૈલેષને કાકા કહીને બોલાવતી બાળકી તેની પાસે ગઇ તો શૈલેષે ચોકલેટની લાલચ આપી હતી શૈલેષની જાળમાં માસૂમ બાળકી ફસાઇ ગઇ હતી અને તે ચોકલેટની લાલચે તેની સાથે જતી રહી હતી શૈલેષ બાળકીને અંધારામાં લઇ ગયો હતો અને અંધારાનો ગેરલાભ ઉઠાવી બાળકી સાથે અડપલાં કર્યાં હતાં બાળકી માતા પાસે જતી રહી હતી અને માતાને શૈલેષના કરતૂતોની જાણ કરતાં બાળકીની પરિવારજનો તેમજ પડોશીઓએ શૈલેષને ઘેરી મેથીપાક ચખાડ્યો હતો અંતે આ અંગે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પીઆઇ સરવૈયા સહિતના સ્ટાફે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે હવસખોર ઢગો અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી 45 વર્ષના ઢગાએ કરી બીભત્સ હરકતો
