દરરોજ રાત્રિના ધૂન, ભજન મંડળ, ડાયરો, રાસ-ગરબા સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
- Advertisement -
જોડિયા તાલુકાના મેઘપર ગામે હંમેશા જાજરમાન આયોજન અને સમાજ તથા લોકહિતાર્થના સેવા કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપાના સાનિધ્યમાં મેઘપર ગામની પાવન ભૂમિ ઉપર 43 વર્ષથી આયોજન થઈ રહ્યું છે ત્યારે આ વર્ષ-2024માં 44મી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ગુજરાતના સુપ્રસિદ્ધ કથાવકતા યુવા ભાગવતાચાર્ય શાસ્ત્રી ઉદયભાઈ ભાનુપ્રસાદ ગોર બી.એ. (સંસ્કૃત) શ્રી ભાગવત વિદ્યાપીઠ- સોલા (અમદાવાદ) માનસ હનુમંત ધામ- નવા કટારીયા (કચ્છ) વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આગામી ચૈત્ર વદ 8 ને બુધવાર તા. 1-05-2024 ને સવારે 9-00 કલાકે પોથીયાત્રા, ગણેશ પૂજન, માતાજીનું પૂજન કરવામાં આવશે. કથાશ્રવણનો સમય સવારે 9-00 વાગ્યાથી બપોરના 12-30 વાગ્યા સુધી અને બપોરે 3-00 વાગ્યાથી સાંજના 6-00 વાગ્યા સુધીનો રહેશે. આ કથા દરમિયાન દરરોજ બપોરે 1-00 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા. 7-5-2024 ને સાંજે 6-00 કલાકે કથા પૂર્ણાહુતી કરવામાં આવશે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથામાં પાવનકારી પ્રસંગો તા. 1-5-2004 ને બુધવાર સવારે 9-00 કલાકે પોથીયાત્રા, ગણેશ પૂજન, માતાજીનું પૂજન અને બપોરે 3-00 કલાકે કથાશ્રવણ, તા. 2-05-2024 ગુરુવારના ક્પીલનારાયણ કથા, તા. 3-5-2024 શુક્રવારના સવારે 11-00 કલાકે શ્રી નૃસિંહ પ્રાગટય, સાંજે 4-00 કલાકે શ્રી વામન પ્રાગટય, તા. 4-05-2023 શનિવારના શ્રી રામ પ્રાગટ્ય, સાંજે 5-00 કલાકે શ્રી કૃષ્ણ જન્મ (નંદ ઉત્સવ) તા. 5-5-2024 રવિવારના ગોવર્ધન પર્વત લીલા, તા. 6-5-2024 સોમવારના સાંજે 5-00 કલાકે શ્રી રૂક્ષ્મણીજી વિવાહ, તા. 7-05-2024 મંગળવારના બપોરે 12-00 કલાકે શ્રી સુદામાદેવ ચસ્ત્રિ, સાંજે 5-00 કલાકે પરિક્ષિત મોક્ષ (કથા વિરામ)ના ભવ્ય પ્રસંગો કથા દરમિયાન ઉજ્વવામાં આવશે.
- Advertisement -
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા દરમિયાન ભારતવર્ષના સંતો, મહંતો, બ્રહ્મર્ષિઓને આમંત્રિત કરાશે અને તેમના આશીર્વાદ મેળવાશે. આ કથા માત્ર સમસ્ત રાઠોડ પરિવારના પિતૃઓના મોક્ષાર્થ સાથે યોજાઇ રહી છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા વિરામ. તા. 8-05-2024 બુધવારના રાઠોડ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપાના સાનિધ્યમાં સવારે 6-45 કલાકે પિતૃ શાન્તિ યજ્ઞ અને બપોરે 12-00 કલાકે અભિજીત મુહુર્તમાં બીડું હોમવામાં આવશે. સાથોસાથ દરરોજ રાત્રીના ધૂન મંડળ, ભજન, રાસ ગરબા સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કથા રસપાનનો લાભ લેવા રાઠોડ પરિવાર દ્વારા જણાવાયું છે.
આ ધાર્મિક કાર્યને સફ્ળ બનાવવા ભીખુભાઈ તરશીભાઈ રાઠોડ, ડાયાભાઈ દેવજીભાઈ રાઠોડ, દિનેશભાઈ મુળજીભાઈ રાઠોડ, ધીરેનભાઈ ગોરધનભાઈ રાઠોડ, રાકેશભાઈ નરશીભાઇ રાઠોડ, હિતેશકુમાર રાઠોડ, વિજયભાઈ ચમનભાઈ રાઠોડ, હરિભાઈ ભીખુભાઈ રાઠોડ સહિત રાઠોડ પરિવારનાં આગેવાન ભાઈઓ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.