રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગનું ચેકિંગ
યુનિવર્સિટી રોડ પર આવેલા કૈલાશ ગાંઠિયામાંથી 28 કિલો વાસી ચટણીનો નાશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લાભ કોમ્પલેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ, યુનિ.રોડ, રાજકોટ મુકામે આવેલ “કૈલાશ ગાંઠિયા” પેઢીની તપાસ કરતા સ્થળ પર ફ્રિઝમાં સંગ્રહ કરેલ અખાદ્ય ચટણીના 28 કિ.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. જ્યારે નિર્મલા રોડ મુકામે આવેલ “દેવ ફાસ્ટ ફૂડ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વગરના બ્રેડ, પીઝા 15 કિલો, જીવાતવાળો લોટ 15 કિ.ગ્રા., વાસી પંજાબી ગ્રેવી, દાળ તથા ચટણી 14 કિ.ગ્રા. વગેરે કુલ મળીને 44 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ ભગતસિંહ ગાર્ડન પાસે, રાજકોટ મુકામે આવેલ “નકળંગ ટી સ્ટોલ” પેઢીની તપાસ કરતા પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ શાખા દ્વારા હળદર, ચટણીના નમુના લેવાયા
1. પપૈયાંનો સંભારો (પ્રિપેર્ડ- લુઝ): સ્થળ -કૈલાશ ગાંઠિયા, લાભ કોમ્પલેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ, જે.કે. ચોક, યુનિ.રોડ, રાજકોટ.
2. સેઝવાન ચટણી (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ -દેવ ફાસ્ટ ફૂડ, દરમિયાન શોપ નં.4, અભિજીત એપાર્ટમેન્ટ, ઈંઈઈંઈઈં બેન્ક સામે, નિર્મલા રોડ, રાજકોટ.
3. હળદર પાઉડર (લુઝ): સ્થળ -સાવલિયા બોયઝ હોસ્ટેલ, સત્યસાંઇ રોડ છેડે, ફૂલવાડી પાર્ક પાસે, રાજકોટ.
4. મરચું પાઉડર (લુઝ): સ્થળ -સાવલિયા બોયઝ હોસ્ટેલ, સત્યસાંઇ રોડ છેડે, ફૂલવાડી પાર્ક પાસે, રાજકોટ.
5. હળદર પાઉડર (લુઝ): સ્થળ -વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલ, રામ પાર્ક મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ.
6. મરચું પાઉડર (લુઝ): સ્થળ -વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલ, રામ પાર્ક મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ.