DRIએ આયાતી કાર્ગો ક્ધસાઈનમેન્ટમાંથી 62 કિલો હેરોઇન જપ્ત કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતેથી ₹434 કરોડની કિંમતનું 62 કિલો હેરોઈન જપ્ત કર્યું છે – જે આજ સુધીની સૌથી મોટી જપ્તીઓમાંની એક છે તેવું નાણામંત્રાલયે જણાવ્યું છે.
ઓપરેશન કોડ નામ ’બ્લેક એન્ડ વ્હાઇટ, અંતર્ગત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે 55 કિલો હેરોઈન જે એક આયાત કાર્ગો ક્ધસાઇનમેન્ટમાં ટ્રોલી બેગ હોવાની જાહેર કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ કાર્ગો મૂળ યુગાન્ડા એન્ટેબ્બેનું, એર કાર્ગો કોમ્પ્લેક્સ, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી ખાતે દુબઇ મારફતે આવ્યું હતું. પંજાબ અને હરિયાણા રાજ્યોમાં ઝડપી ફોલોઅપ ઓપરેશન કામગીરી બાદ અન્ય 7 કિલોનું હેરોઇન અને 50 લાખ રોકડ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા 62 કિલો હેરોઈનની કિંમત ગેરકાયદેસર બજારમાં ₹434 કરોડ હોવાનો અંદાજ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સના “ચાલુ નાર્કોટિક ડ્રગ્સની હેરફેરના ક્રેકડાઉને અન્ય એક મોડસ ઓપરેન્ડી અને 62 કિલો અસરગ્રસ્ત હેરોઇન 10 મેના રોજ પ્રતિબંધિત એર કાર્ગો ક્ધસાઇનમેન્ટ ખાતેથી મળી આવ્યો છે. ભારતમાં કુરિયર/કાર્ગો/ હવાઈ યાત્રા દ્વારા હેરોઇનની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તિમાંની એક છે. જ્યારે આયાત ક્ધસાઇનમેન્ટમાં 330 ટ્રોલી બેગ હતી, જપ્ત હેરોઈન કુશળતાથી 126 ટ્રોલી બેગની અંદર ખાલી અને છીછરી મેટલ ટ્યુબ દ્વારા છુપાવીને લાવવામાં આવી રહી હતી જેણે શોધવું અત્યંત મુશ્કેલ હતું. મંત્રાલયે વધુમાં ઉમેર્યું છે કે “ઉછઈં અધિકારીઓએ વાંધાજનક માલના આયાતકારની ધરપકડ કરી છે. અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ તપાસ ચાલી રહી છે,”
દિલ્હી એરપોર્ટ પરથી 434 કરોડનું હેરોઇન પકડાયું
