ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂા.6000ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે.
કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી.અને આધાર સીડેડ નહી કરાવ્યું હોય તેમને હવે પછીથી સહાયના હપ્તા સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહી. ગીર સોમનાથ જિલ્લામાં 42,000 ખેડૂતોને ઇ-કે.વાય.સી. કરવાનું બાકી છે.
આથી તેમને આગામી 13મો હપ્તો નહિ મળી શકે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. કરવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક ધોરણે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ-ગ્રામ કેન્દ્રમાં જઇ કરાવી શકાશે અને તે માટે રૂ.15 ની ફી ચુકવવાની રહશે.
આ ઉપરાંત મોબાઈલ ફોન પર ઓટીપી બેઝડ ઈ-કે.વાય.સી. પણ કરી શકાશે.
લાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતેથી પણ ઇ-કે.વાય.સી. અને આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકશે. લાભાર્થી આધાર સીડેડ અને ઈ-કે.વાય.સી. કરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા સહાય જમા કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામસેવકનો સંપર્ક સાધવો એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ગીર સોમનાથની એક યાદીમાં જણાવ્યું છે.
ગીર સોમનાથના 42,000 ખેડૂત લાભાર્થીઓને e-KYC કરવાના બાકી
