ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10 તથા 12ના 40894 વિદ્યાર્થીઓ 37 પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા આપશે. આ માટે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ આત્મવિશ્ર્વાસ અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટેનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.
તા.11 માર્ચ થી તા.26 માર્ચ દરમિયાન ધોરણ 10 તથા 12ની યોજાનાર પરીક્ષાની પૂર્વ તૈયારીઓની રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથીશિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યમાં સફળતાપૂર્વક પરીક્ષા યોજવા માટે શુભેચ્છા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત અધિક સચિવ દાસ, શિક્ષણ સચિવ વિનોદ રાવ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પણ જરૂરી સૂચનો કર્યા હતા.આ વિડીયો કોન્ફરન્સમાં કલેકટરે જૂનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓની વિગતો આપી હતી.
કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ આત્મવિશ્ર્વાસ અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટેનો એક્શન પ્લાન તૈયાર. વિડીયો કોન્ફરન્સમાં કલેકટરે જૂનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓની વિગતો આપી હતી.