રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો શતાબ્દી ઉત્સવ ઉજવાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દેશ પર દર વખતે આવેલી આફતના સમયમાં મદદરૂપી થયું છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં શતાબ્દી ઉત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે પણ છજજના 400થી વધુ સ્વયંસેવકો આ શતાબ્દી ઉત્સવમાં જોડાયા હતા. જેમાં વર્ષોથી છજજના સ્વયંસેવકો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી એની નવા સ્વયંસેવકોની નિમણૂક કરાઈ હતી. આ સાથે વર્ષો પૂર્વે જેઓ સ્વયંસેવકો તરીકે રહીને આફત સમયે દેશપ્રેમ પ્રત્યેની કામગીરી કરી છે તેઓને બિરદાવ્યા હતા. છજજના 100 વર્ષ પૂર્ણ થયાને શતાબ્દી ઉત્સવમાં શહેરના વેપારીઓ સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. આ શતાબ્દી ઉત્સવ ઉજવણી કાર્યક્રમમાં ધ્રાંગધ્રા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનિલભાઈ શેઠ, તેજસભાઇ પટેલ સહિતનાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.