ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લાનમા માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે લગ્ન પ્રસંગે યોજેલ ભોજન સમારંભ મા જમ્યા બાદ બાળકો સહિત 40 જેટલા લોકોને ફુટ પોઈજનની અસર થય હતી જેથી ભોગ બનનાર લોકોને તાત્કાલિક ધોરણે ચોરવાડ સહિતની આસપાસ હોસ્પિટલોમાં ખસેડવામાં આવેલ ત્યારે હોસ્પિટલોમા હાજર સ્ટાફ દ્વારા આ ફુટ પોઈઝનનો ભોગ બનનાર દર્દીઓને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી રહી છે ત્યારે હોસ્પિટલો ખાતે સગા સંબંધી સહિત લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેમાં વધુમા વાત કરવામાં આવે તો આ બનાવ બન્યાના કુકસવાડા ગામમાજ અઠવાડિયા પહેલાં આ રીતે જ ફુટ પોઈઝનનો કીસો બન્યો હતો જેમા 50 જેટલા લોકોને અસર થઇ હતી જેથી એકજ ગામમા આવા વારંવાર બનાવ બનતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
માળીયા તાલુકાના કુકસવાડા ગામે 40 લોકોને ફૂડ પોઇઝન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/02/MALIYA-TALUKA-NA-KUKSAVADA-GAME-FUD-POIJAN-ASAR.jpg)