ઈઝરાયલે ફરી કેર વર્તાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઇઝરાયેલે ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટાઇનીઓ પર કરેલા હુમલામાં કમસેકમ 40ના મોત થયા છે અને 50થી વધુ ઇજા પામ્યા છે, એમ પેલેસ્ટાઇની અધિકારીએ જણાવ્યું હતું. ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેણે હમાસના વરિષ્ઠ કમાન્ડરોને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. ઇઝરાયેલે આ હુમલો મુવાસી ખાતે કર્યો હતો. આ વિસ્તાર તેણે પોતે જાહેર કરેલો વિસ્થાપિત રહેણાક ઝોન છે, જ્યાં હજારો ગાઝાવાસી રહે છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 40ના મોત થયા છે અને વધારે મૃતદેહો મળવાની સાથે અને કેટલાક ઇજાગ્રસ્તોની સ્થિતિ વણસવાની સાથે મૃત્યુઆંક વધી શકે છે. જ્યારે હમાસ સરકારના નેજા હેઠળ ચાલતા સિવિલ ડિફેન્સે 40નો મૃત્યુઆંક ગણાવ્યો છે.જો કે ઇઝરાયેલે આ આંકડા સામે વાંધો ઉઠાવતા 19ના જ મોત થયા હોવાનો દાવો કર્યો છે.આંકડાની વિસંગતતાના મુદ્દે આરોગ્ય વિભાગ અને સિવિલ ડિફેન્સ બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો ન હતો.
મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના લશ્ર્કરે જણાવ્યું હતું કે હમાસના આતંકવાદીઓએ નાગરિકોની વચ્ચે કમાન્ડ સેન્ટર બનાવ્યું છે. તેણે ત્રણ આતંકવાદીઓને ઓળખી બતાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ ત્રણ સાતમી ઓક્ટોબરના ઇઝરાયેલ પરના હુમલાખોરોમાના હતા. ઇઝરાયેલે જણાવ્યું હતું કે અમે નાગરિકોની બને તેટલી ઓછી જાનહાનિ ઓછી થાય છે તે માટે પ્રયત્ન છીએ. પરંતુ આતંકવાદીઓ તેઓની વચ્ચે હોવાથી આ જાનહાનિ થાય છે.
જ્યારે હમાસે દાવો કર્યો છે કે આ વિસ્તારમાં અમારો કોઈ આતંકવાદી નથી. ઇઝરાયેલ સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જુલાઈમાં ઇઝરાયેલના આવા જ હુમલામાં 90 જેટલા પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા હતા. લશ્ર્કરે જણાવ્યું હતું કે તેણે સીનિયર કમાન્ડર મૌહમ્મદ ડેફને લક્ષ્યાંક બનાવી હુમલો કર્યો છે. જ્યારે હમાસે જણાવ્યું હતું કે મોહમ્મદ ડૈફ હજી જીવે છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 41 હજાર પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. તેની સાથે ઇઝરાયેલે હમાસના 17 હજાર આતંકવાદીઓ મારી નાખ્યાનો દાવો કર્યો છે.