અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.
- Advertisement -
ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે જે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
1 ઓગસ્ટ 2023ના રોજ રાજકોટમાંથી ઝડપાયા હતા આંતકીઓ
આંતકી ગતિવીધીઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વો પર બાજ નજર રાખી રહેલી ગુજરાત અઝજને વધુ એક સફળતા મળી હતી. ગુજરાત અઝજએ બાતમીના આધારે રાજકોટમાંથી 3 શંકાસ્પદ આતંકી ઝડપી લીધા હતા જેમના નામ અમાન, અબ્દુલ શુફુર અને સૈફ નવાઝ હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય શખ્સ છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં રહેતા હતા અને સોની બજારમાં જ કામ કરતા હતા.
- Advertisement -