ફૂલછાબ ચોક પર આવેલા પરફેક્ટ આમલેટ, કિસ્મત એગ્ઝ, એગ્સ સેન્ટર, ઝાયકા એગ્ઝ સહિતના લારીવાળાને ત્યાં ચકાસણી હાથ ધરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને ફુડ વિભાગની ટીમ દ્વારા રાત્રિના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં ઈંડા અને ઈંડા પ્રોડક્ટસનું વેચાણ કરતી લારીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને બે જગ્યા પર ઉપયોગમાં લેવાતા મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા ‘વિમલ નમકીન’ -શ્રીરામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન પાસે, ઉમાકાંત પંડિત, ઉદ્યોગનગર લક્ષ્મીનગર મેઇન રોડ ખાતેથી સંજયભાઈ ડાયાભાઇ ટાંક પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘કેશર શિખંડ (લુઝ)’નો નમૂનો તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો ઋઈઋ ની હાજરી તેમજ મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલો છે.
ફૂડ વિભાગ દ્વારા મનહર પ્લોટ-10, ‘મંત્ર મહેલ’, મંગળા મેઇન રોડ મોહિતભાઈ ખીમજીભાઇ પરમાર પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘ફરાળી લોટ (લુઝ)’નો નમૂનો, રાધે કેટરર્સ, રેડિયન્સ એપાર્ટમેન્ટ, રૈયા રોડ, નાગરિક બેંકની પાસે, ચેતનભાઈ નવીનચંદ્ર પારેખ પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘ફરાળી લોટ- ફરાળી પેટીશ માટેનો (લુઝ)’નો નમૂનો તપાસ બાદ મકાઇના સ્ટાર્ચની હાજરી હોવાને કારણે અને ચુનારાવાડ શેરી નં.1, ટી.સી.વાળી શેરી, આજી નદીના કાંઠે, દૂધસાગર રોડ રબ્બીભાઈ બસંતભાઇ ગુપ્તા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘ચણા (લુઝ)’નો નમૂનો તપાસ બાદ ધારા ધોરણ કરતાં વધુ મોઈચર, ફોરેન મેટર તથા સડેલા દાણા હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે જે અંગે હવે તમામ વિરૂદ્ધ એજયુડિકેશન કાર્યવાહી હાથ ધરાશે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્ર્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તથા નાણાવટી ચોકથી રામેશ્ર્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ મોમાઈ સુપર માર્કેટ લાઇસન્સ મેળવવા, ખોડિયાર ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા, બાલાજી કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે, સોડા કાફે -લાઇસન્સ મેળવવા બાબતે, ક્રિષ્ના સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા, ખોડિયાર કિરણા -લાઇસન્સ મેળવવા બાબતે, ડોલી અમુલ પાર્લર -લાઇસન્સ મેળવવા, સાયોના પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા જય ચામુંડા ફરસાણ, અનુગ્રહ સેલ્સ એજન્સી, ભવાની કિરણા ભંડાર, મહાદેવ કચ્છી દાબેલી, મોંજીનીસ કેક શોપ, યમુના પ્રોવિઝન સ્ટોર્સ, એમ. એમ. નમકીન, ગાયત્રી ડેરી ફાર્મ, તિરૂપતી ડેરી ફાર્મ, રજવાડી આઇસ્ક્રીમ, જલારામ ખમણ, મહેતા ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી.
વધુમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા રાત્રિના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં એગ્ઝ તથા એગ્ઝ પ્રોડક્ટનું વેચાણ કરતી લારીમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં હેરન્જા એગ્ઝ સેન્ટર ભક્તિનગર સ્ટેશન પ્લોટ, સબ્બીર એગ્ઝ ઝોન -ભક્તિનગર સ્ટેશન પ્લોટ, સંજરી એગ્ઝ સેન્ટર -ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રહીસ એગ્ઝ -શાસ્ત્રી મેદાન પાસે, ફૈજી રહીઝ એગ્ઝ -લીમડા ચોક, વસીલા એગ્ઝ સેન્ટર -મોટી ટાંકી ચોક, પરફેક્ટ આમલેટ -ફૂલછાબ ચોક, કિસ્મત એગ્ઝ -ફૂલછાબ ચોક, એ-1 એગ્ઝ સેન્ટર -ફૂલછાબ ચોક, ઝાયકા એગ્ઝ સેન્ટર -ફૂલછાબ ચોકની ચકાસણી કરવામાં આવી હતી તેમજ 2 સ્થળ પરથી ઉપયોગમાં લેવાતા મસાલાના નમૂના લેવામાં આવ્યા હતાં.