4 કાવડીઓની યાત્રા અંતિમ યાત્રા બની ગઈ: 1 ડઝનથી વધુ કાવડીઓ ઘાયલ
હરિદ્વાર જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ: ટ્રક ચાલક ફરાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે મોડી રાત્રે જીટી રોડ પર પૂરઝડપે આવતા બે ટ્રક વચ્ચે ટકકરથી ટ્રકમાં સવાર ચાર કાવડીઓનાં મોત થયા હતા અને ડઝન જેટલા લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર એક ટ્રક નાંગલોઈ પાસે કાવડ યાત્રીઓને લઈને હરિદ્વાર જઈ રહ્યો હતો. ત્યારે દિલ્હી તરફ જઈ રહેલો ટ્રક ડીવાઈડરને પાર કરીને જીટી કરનાર રોડ પર સામેથી આવી રહેલા કાવડીઓનાં ટ્રક સાથે ટકરાયો હતો.મોડી રાત્રે પોણા વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકો ઘાયલ થયા છે.
જેમને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે. જેમાંથી 4 કાંવડીઓને ડોકટરે મૃત જાહેર કર્યા હતા.ટુંકમાં 20 થી 23 કાવડીઓ હતા. આરોપી ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે.