મહિલાએ 2.45 લાખ રોકડ અને 9 લાખ બેંકમાંથી FD તોડીને આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત હની ટ્રેપ માફક ઘટના પ્રકાશમાં આવતા ચકચાર ફેલાયો છે. જેમાં ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં મંદિરના મહંત અને સુરેન્દ્રનગર હરેકૃષ્ણ હોટલ પાછળ રહેતી અપરણિત મહિલા સાથેના વીડિયો ચાર શખ્સો દ્વારા ઉતારી લઈ બાદમાં વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂૂપિયાની માંગણી કરી હતી જોકે મહિલાએ આ ચારેય શખ્સોને 9.45 લાખ રૂૂપિયા પણ આપ્યા હતા. બાદમાં મહિલા દ્વારા આ આખાય પ્રકરણ અંગે સુરેન્દ્રનગર બી ડીવિઝન પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર વઢવાણ બસ સ્ટેન્ડ પાસે આવેલી હરિકૃષ્ણ હોટલ પાછળ સોસાયટીમાં રહેતા એક 58 વર્ષીય મહિલા ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એક મંદિરના મહંતની સેવા કરતા હોય અને આ મહંત ગત 6 મેના રોજ બપોરના સમયે મહિલાના ઘરે ગયા હતા અને બંને સાથે ભોજન લીધા બાદ મહિલા પોતાના રૂૂમમાં સુતા હોય તેવા સમયે મહંત રૂૂમમાં રહેલા બાથરૂૂમમાં ન્હાવા માટે ગયા હતા તેવા સમયે અચાનક ચાર જેટલા ઉષ્મા ઘરમાં પ્રવેશ કરી રૂૂમનું બારણું ખખડાવતા મહિલાએ રૂૂમનો દરવાજો ખોલતા ચાર ઈસમો છરી લઈ ઘૂસી જઈ મહંતને મહિલાને પાસે ઊભા રાખી વિડિયો ઉતારી આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દશ લાખ રૂૂપિયાની માંગણી કરી હતી પરંતુ મહિલા પાસે ઘરે માત્ર 2.45 લાખ રોકડ હોવાથી આ રૂૂપિયા લઈ વધુ રૂૂપિયા આપવાનું જણાવી ધમકાવવા લાગ્યા હતા જેને લઇ ડરી ગયેલ મહંત અને મહિલા દ્વારા બેંકમાં પોતાની એફ. ડી હોવાનું જણાવતા એક શખ્સ મહિલા સાથે બેંકે જે એફ.ડી તોડાવી તેમાંથી 9 લાખ રૂૂપિયા લઈ તમામ ચારેય શખ્સો નાશી ગયા હતા જ્યારે આ સમગ્ર ઘટના બાદ મહંતની ડ્રાઈવર ઘરે આવતા સમગ્ર બાબતની વાત કરી અંતે મહિલા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જઈ ચાર જેટલા ઈસમો વિરુધ ગુન્હો નોંધાવ્યો છે જોકે આ ચાર જેટલા ઇસમોની મહિલા દ્વારા ઓળખ થઈ ગઈ હોવાથી મહિલાએ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.