ખાસ-ખબર ન્યૂઝમોરબી, તા.13
ળવદ તાલુકાના ખોડ ગામે યુવકે અન્ય યુવકની પત્નીને પોતાના ઘરે પાણી ભરવાની ના પાડતા આ વાતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડીથી માર મારીને મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજેશભાઈ કરશનભાઈ મારૂ (ઉ.વ.24) એ આરોપી ભુરાભાઇ માંડણભાઇ રબારી, ભરતભાઇ માંડણભાઇ રબારી, સગરામભાઇ માંડણભાઇ રબારી, ધારાભાઇ માંડણભાઇ રબારી રહે. બધા-ખોડ ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના ભાઈ ભરતભાઈએ પોતાના ઘરે આરોપી ધારાભાઈ માંડણભાઈ રબારીની પત્નીને પાણી ભરવાની ના પાડતા આ ખાર રાખી આરોપીઓ લાકડી લઈને આવી ફરીયાદીને લાકડીથી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.