ભકિતનગર પોલીસે બાતમીના આધારે રીક્ષામાંથી 34.075 કિલોગ્રામના ગાંજાના જથ્થા સાથે રીક્ષા ચાલક સહિત બેને ઝડપી લીધા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર પટેલનગર પાસે ભકિતનગર પોલીસે બાતમીના આધારે રીક્ષામાંથી રૂા. 3.40 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે રીક્ષા ચાલક સહિત બે શખ્સોને પકડી
લીધા હતા.
મળતી વિગત મુજબ 80 ફુટ રોડ પર ગાંજાના જથ્થો ભરેલી એક રીક્ષા પસાર થઇ હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ. એમ.એમ.સરવૈયા, તથા પી.એસ.આઇ એચ.એન. રાયજાદા સહિતના સ્ટાફે પટેલનગર શેરી નં. 6ના ખુણા પાસેથી પસાર થયેલી રીક્ષાને રોકી તપાસ કરતા તેમાંથી રૂા. 3,40,750ની કિંમતનો 34.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા રીક્ષાચાલક શહરૂખ રહીમભાઇ મકવાણા (અને મુળ રાજસ્થાન બીજલોર હાલ રણુજામંદિર પાછળ શીવધામ સોસાયટી શેરી નં. 2માં રહેતો પુરણનાથ ભગવાનનાથ ગૌસ્વામી (ઉવ.27)ને પકડી લીધા હતા. પોલીસે મોબાઇલ, રીક્ષા અને ગાંજાનો જથ્થો મળી રૂા. 3,97,330નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની પુછપરછમાં બંને શખ્સો કચ્છના સામખીયાળી જઇ ત્યાંથી ગાંજો લઇ આવ્યાની કબુલાત આપી હતી