સુરત મહાનગરપાલિકાની આ 3 પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ 8.94 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ આ જે 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે તેમાં સુરતની 4 પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની 1 ડ્રાફટ ટી.પીનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ર7 ભટાર-મજૂરા, સ્કીમ નં.પ1 ડભોલી, સ્કીમ નં. પ0 વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. 8પ સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે.
- Advertisement -
સુરત મહાનગરપાલિકાની આ 3 પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ 8.94 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, જાહેર સુવિધાના કામો માટે 16.96 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે આર્થિક રીતે નબળા વર્ગના ઊઠજ આવાસોના નિર્માણ માટે 8.પ8 હેક્ટર્સ જમીન પર 7600 આવાસોનું નિર્માણ થઇ શકશે. સુરત શહેરીવિકાસ સત્તામંડળ-સુડાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ 85 સરથાણા-પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. તેના કારણે જાહેર સુવિધાના કામો માટે 9.રપ હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે 6.69 હેક્ટર્સ તેમજ પ100 ઊઠજ આવાસો નિર્માાણ થાય તે હેતુસર પ.7ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે.
આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અંદાજે 1.73 હેક્ટર્સ મળી સુડાની આ સ્કીમમાં અંદાજે કુલ ર3.41 હેક્ટર્સ જમીન અને સુરત મહાનગરની 3 પ્રારંભિક ટી.પી સ્કીમમાં કુલ 41.08 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. સુરત મહાનગરની ત્રણ પ્રારંભિક ટી.પી સ્કીમ સ્કીમ નં-51 ડભોલી સ્કીમ નં-ર7, ભટાર-મજૂરા અને સ્કીમ નં. પ0 વેડ કતારગામ ત્રણેયમાં આંતરમાળખાકીય સુવિધાના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર કુલ મળીને 6.84 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થવાની છે.