-હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રજામાં ફરવા નિકળ્યા હતા
તુર્કીમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતના ચાર વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત સર્જાતા અરેરાટી પ્રસરી ગઈ હતી. ચારમાંથી એક યુવતી વડગામ પંથકની હોવાનું બહાર આવ્યુ છે. તુર્કીમાં અભ્યાસ કર્યા બાદ હોટલનું મેનેજમેન્ટ કરતી વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામની એક યુવતી રજાના કારણે તેના ગુજરાતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. આ દરમિયાન તેમની અને સામેથી આવતી કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
- Advertisement -
જેમાં ભાંગરોડીયાની યુવતી સહિત પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ અગાથ, અંજલી કનુભાઈ મકવાણા અને પુષ્ટિબેન હીનાબેન પાઠક નામના 4 ગુજરાતીઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામની અજલીબેન કનુભાઈમકવાણા નામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં BSc અને MLtનો અભ્યાસ કર્યા બાદ છેલ્લાં એક વર્ષથી તુર્કીની એક હોટેલનું મેનેજમેન્ટ કરવાની નોકરી કરતી હતી. જોકે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી તેના ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા.